<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

જામનગરના પૂર્વ રાજવી જામસાહેબશ્રી દિગ્‍વીજયસિંહજીને મરણોતર ‘ભારત રત્‍ન'નું સન્‍માન આપવા નરેન્‍દ્રભાઈ મોદીને શ્રી જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારોની માંગ

દિગ્‍વીજયસિંહજી દેશી રાજવીઓ માનવતા વાદી હતાં અને આશરા ધર્મને માનતા હતાં,મહારાજા દિગ્‍વીજયસિંહજીના વડવા જામ રણમલજી એ ૧૮૯૦ના ભયંકર દુષ્‍કાળમાં પ્રજાને અન્ન પુરું પાડવા માટે જામનગર મધ્‍યમાં પાણીના સંશોધન માટે તળાવ બનાવવા આયોજન કર્યું હતું : આવા અનેક સેવા કાર્યો તેઓએ કર્યા હતા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૦: જામનગરના પૂર્વ રાજવી જામસાહેબશ્રી દિગ્‍વીજયસિંહજીને મરણોતર ‘ભારત રત્‍ન'નું રાષ્‍ટ્રિય સન્‍માન આપવા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને શ્રી જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ કે. મોદી ,ઉપપ્રમુખ ચેતનભાઈ આર. માધવાણી, માનદ્‌ મંત્રી  રાજેશ એમ. કોટેચા સહિતનાએ આવેદનપત્ર પાઠવીને માંગણી કરી છે.   

જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારોએ આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે, આપણાં દેશની સ્‍વતંત્રતા પછીના ઈતિહાસમાં કેન્‍દ્ર સરકારે અનેક મહાનુભાવોને તેમની દેશ સેવા લક્ષ્યમાં લઈને મરણોતર રાષ્‍ટ્રિીય સન્‍માન આપીને તેમની દેશ સેવા પ્રદેશદાઝને ઉચિત ગૌરવ આપ્‍યું છે. ત્‍યારે આ પત્ર દ્વારા અમો આપની સમક્ષ એવી વિભૂતિને ‘ભારત રત્‍ન'થી સન્‍માનિત કરવા માંગણી કરીએ છીએ, જેમના દેશપ્રેમ થકી જ અખંડ ભારતની રચના શકય બની છે. જી, હા, નવાનગર (જામનગર) સ્‍ટેટના રાજવી અને પ્રિન્‍સલી સ્‍ટેટના વડા જામસાહેબ શ્રી દિગ્‍વીજયસિંહજી જાડેજા માટે અમો આ લખી રહ્યા છીએ.

આપણાં દેશમાં સ્‍વતંત્રતાનો સમયગાળો કટોકટીકાળ જેવો બની રહયો હતો. એ વેળાએ જે ત્રણ વ્‍યક્‍તિઓ દેશમાં મજબુત રાજકિય પકકડ ધરાવતી હતી એ મહાનુભાવોમાં પોરબંદરના રાષ્‍ટ્રપિતા પૂ. મહત્‍મા ગાંધીજી, પાનેલીના મોહમદઅલી ઝીણા અને દેશના પ્રિન્‍સલી સ્‍ટેટના વડા જામસાહેબ શ્રી દિગ્‍વીજયસિંહજી જાડેજા હતાં.

જામસાહેબ શ્રી દિગ્‍વીજયસિંહજીની ભૂમિકા અખંડ ભારતની રચનામાં શું હતી. તેનો મજબુત પૂરાવો આદરણિય સરદાર વલ્લભભાઈ પટેલના એક જાહેર વકતવ્‍ય પરથી આવી શકે છે. સરદાર સાહેબે કહયું હતું કે, ૅ અખંડ ભારતની રચનામાં જામસાહેબ શ્રી દિગ્‍વીજયસિંહજીનો ઉમદા સહયોગ મળ્‍યો ન હોત તો અખંડ ભારતનું સ્‍વપ્‍ન અધુરું રહેત  આ શબ્‍દો જ પુરતાં છે જામસાહેબ શ્રી દિગ્‍વીજયસિંહજી જાડેજાને ‘ભારત રત્‍ન' ખિતાબથી ગૌરવાઠીત કરવા માટે અંગ્રેજ સરકારે ભારતનો સ્‍વતંત્રતા આપવાનો નિર્ણય લઈ લીધો હતો. તેઓએ સત્તાધિશોને ૩ વિકલ્‍પ આપ્‍યા હતાં. (૧) જે તે સત્તાધિશ સ્‍વતંત્ર રહી શકે છે. (૨) પાકિસ્‍તાનમાં ભળી શકે છે. (૩) ભારત સંઘમાં ભળી શકે છે.

આજની તારીખે પોલેન્‍ડમાં ગુડ મહારાજા નામની સ્‍ટ્રીટ આવેલી છે. આ ઉપરાંત હાલમાં ઈઝરાયલમાં પણ બાળકોના વળંદ વચ્‍ચે મહારાજા જામસાહેબનું સ્‍ટેચ્‍યુ મૂકવામાં આવેલું છે. ભારતના વડાપ્રધાન માન. નરેન્‍દ્રભાઈ મોદીએ પોલેન્‍ડની મુલાકાત સમયે તે સ્‍થળના દર્શન કર્યા હતાં. પોલેન્‍ડનો અને ઈઝરાયલનો ઉલ્લેખ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી ૅ મન કી બાત ૅ માં પણ કર્યો છે.મહારાજા દિગ્‍વીજયસિંહજી ૧૪ મી એપ્રિલ ૧૯૩૩ માં ગાદીએ આવ્‍યા અને આઝાદી સુધી તેઓએ રાજસતા ભોગવી. આ રાજયની એક વિશેષતા હતી કે ભૂતકાળના અને વર્તમાન કાળના રાજાનું તિલક માંતઝા કુળના કોઈ કન્‍યાના હાથે કરવામાં આવતું આ સમય દરમ્‍યાન તેઓએ ખાસ કરીને રાજયના ટેક્ષમાં અને વ્‍યાપાર ઉદ્યોગ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી હતી. સાર્વજનિક કેળવણી મફત કરી હતી. તેમજ કળા, સાહિત્‍ય શિલ્‍પને પોષ્‍યા હતાં. તેઓશ્રી હિંદના અગ્રગણ્‍ય અને કુનેહબાજ બુધ્‍ધિશાળી દેશભક્‍ત રાજવી હતાં. આઝાદ ભારતમાં પણ તેઓએ સૌરાષ્‍ટ્રના રાજપ્રમુખની સેવા બજાવી હતી. ચેમ્‍બર ઓફ કોમર્સનો ઘણો વિકાસ કરેલો હતો અને તેઓએ બેડી બંદરને મોટું ધિકતું બંદર બનાવ્‍યું હતું. ૧૫ મી ઓગષ્ટ ૧૯૩૩ ના સેન્‍ડ હર્સ્‍ટ બ્રિજ ઉપર આવેલી બિલ્‍ડીંગમાં મુંબઈના વેપારીઓએ માનપત્ર અર્પણ કરવામાં આવ્‍યું હતું. પોતાના પૂર્વકાળમાં તેઓ ભારતીય બ્રિટિશ લશ્‍કરમાં ઉચ્‍ચ હોદા પર ફરજ સેવા બજાવતાં હતાં. મહારાજા રણજીતસિંહે બનાવેલી જામનગરની ઈરવિન હોસ્‍પિટલ (હાલ જીજીજી હોસ્‍પિટલ) ઘણાં વિભાગો ખોલીને આરોગ્‍ય ખાતાની શરૂઆત કરી હતી. શિક્ષણ ક્ષેત્રે રાજયોમાં ઘણી શાળાઓ ચાલુ કરેલી. તેમજ રાજયમાં જે તે સમયે વંદે માતરમનું ગાન પણ ગવાતું હતું. નવાનગર સ્‍ટેટમાં આપણી વેદ ભાષા સંસ્‍કળતના ઉત્‍થાન માટે જામનગરમાં રાજવી પરિવારે સ્‍થાપેલી સંસ્‍કળત પાઠશાળાના વાર્ષિક ઉત્‍સવમાં નિયમિત ઉપસ્‍થિત રહેતાં હતાં. એટલું જ નહીં પરંતુ તેઓ સનાતન ધર્મ અને મંદિરોના જતાં અને સંવર્ધન માટે તત્‍પર હતાં. એટલે જ સરદાર પટેલ સાહેબે જયારે સોમનાથ મંદિરના જીર્ણોધ્‍ધાર કરવાની પ્રતિજ્ઞા કરી હતી ત્‍યારે જામશ્રી દિગ્‍વીજયસિંહજીએ સોમનાથ મંદિરના જીર્ણોધ્‍ધારનો સંપૂર્ણ ખર્ચ રૂા.૫૫ લાખ (હાલના અંદાજે ૫૫૦ કરોડ રૂપિયાના મૂલ્‍ય) ની માતબર રકમ આપીને ભારતીય સંસ્‍કળતિ અને સનાતન ધર્મ પ્રત્‍યે પોતાની નિષ્ઠા અને વફાદારીના દર્શન કરાવ્‍યાનું ઈતિહાસમાં નોંધાયેલું છે જ.

(1:06 PM IST)