<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

લીંબડીના શિયાણી ગામે પોલીસ ટીમ પર હુમલો:PSIએ સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું :આરોપીને પગમાં ગોળી વાગી

મારામારીના ગુનામાં પકડાયેલા આરોપી દેવરાજ બોરાણાને પોલીસ ટીમ રિ-કન્સ્ટ્રક્શન માટે શિયાણી ગામે લઈ ગઈ હતી તે દરમિયાન અચાનક આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી છરી વડે પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ હિંસક ઘટનામાં પીએસઆઈએ સ્વ-બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં આરોપીને પગમાં ગોળી વાગી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, મારામારીના એક ગુનામાં પકડાયેલા આરોપી દેવરાજ બોરાણાને પોલીસ ટીમ તપાસના ભાગરૂપે રિ-કન્સ્ટ્રક્શન માટે શિયાણી ગામે લઈ ગઈ હતી. આ પ્રક્રિયા ચાલતી હતી તે દરમિયાન અચાનક આરોપી દેવરાજે ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી છરી વડે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં એક પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી હતી.

 


 

(8:44 PM IST)