તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
મોરબીના નવા બસ સ્ટેશનમાં રખડતા ઢોર, આખલાયુદ્ધનો ત્રાસ.
આખલા યુધ્ધના કારણે ભયનો માહોલ સર્જાય છે. તેથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે લોકમાંગ ઉઠી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના બસ સ્ટેશનમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. બસ સ્ટેશનના પ્લેટફોર્મમાં ગાયો અને આખલાઓ આંટાફેરા કરતા જોવા મળે છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઢોર ઘણીવાર મુસાફરોના સામાનને નુકસાન પહોંચાડે છે અને તેમજ અકસ્માતની ભીતિ સર્જાય છે. આ ઉપરાંત આખલા યુધ્ધના કારણે ભયનો માહોલ સર્જાય છે. તેથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે લોકમાંગ ઉઠી છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
