<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

દીવના ઘોઘલામાં શોર્ટ સર્કિટ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ: ઘરવખરી અને દસ્તાવેજો બળીને ખાખ

ઘરમાં અચાનક શોર્ટ સર્કિટ થતા તેની ચિનગારી ગેસ સિલિન્ડર સુધી પહોંચતા જોરદાર બ્લાસ્ટ થયો: સિલિન્ડર ફાટતાની સાથે જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

દીવના ઘોઘલામાં આવેલા મીઠાબાવા વિસ્તારમાં રહેતા કંચનબેન પ્રવિણભાઈના ભાડાના મકાનમાં ગઇકાલે સાંજે આશરે સવા સાત વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ, ઘરમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું, જેની ચિનગારી ગેસ સિલિન્ડર સુધી પહોંચતા જોરદાર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડર ફાટતાની સાથે જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આખા ઘરને પોતાની લપેટમાં લઈ લીધું હતું. 

સ્થાનિક રહેવાસી ફેઝલ ઈસમાઈલે સમયસૂચકતા વાપરી તુરંત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસે ફાયર બ્રિગેડને સતર્ક કરતા કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની તીવ્રતાને જોતા સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં કંચનબેનના ઘરનું તમામ અનાજ, કિંમતી દસ્તાવેજો અને ઘરવખરી બળીને રાખ થઈ ગયા છે.

 


 

(11:42 PM IST)