<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

મોરબીના કંડલા બાયપાસમાં હોટેલોને કારણે શ્રીજી પાર્ક સોસાયટીના રહીશોને ત્રાસ.

શ્રીજી પાર્ક સોસાયટીના રહીશોએ કમિશ્નરને આવેદન પાઠવી કાર્યવાહીની માંગ કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલ શ્રીજી પાર્ક સોસાયટીના રહીશોએ નજીકમાં આવેલ બે હોટેલને કારણે રહીશોને થતા ત્રાસ અંગે મહાનગરપાલિકાના કમિશ્નરને આવેદન પાઠવી કાર્યવાહી કરવા માંગ કરી છે.

    શ્રીજી પાર્ક સોસાયટીના રહીશોએ આવેદન પાઠવી જણાવ્યું છે કે શ્રીજી પાર્ક સોસાયટી બહાર રોડની બંને સાઈડ એક માધવ હોટેલ અને બીજી દેશી ડાયરો હોટેલ આવેલી છે જે હોટેલમાં પાર્કિંગની કોઈ સુવિધા નથી હોટેલ અમારા જાણ્યા મુજબ મંજુરી લઈને નથી બનાવવામાં આવી શ્રીજી પાર્ક સોસાયટી રહેણાંક હેતુની છે અને રહેણાંક હેતુમાં વાણીજ્ય પ્રકારની હોટેલનું સંચાલન કરવું પણ ગુનાહિત કૃત્ય હોય જેથી હોટેલ બંધ કરવા પગલા લેવા માંગ કરી છે રોડની બંને સાઈડ હોટેલને કારણે સોસાયટીમાં જવાના રસ્તાની વચ્ચે વાહનો પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે આવારા તત્વો દારૂ પીને ટીંગલ કરતા હોય છે અને જાહેરમાં રસ્તા પર શૌચ ક્રિયા કરવા ઉભા રહી જતા હોય છે જેથી પરિવારોના ભવિષ્યને ધ્યાને લઈને બંને હોટેલ બંધ કરવા પગલા લેવા માંગ કરી છે.

(12:12 AM IST)