<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

થાનમાં અઢી લાખનો દારૂ ભરેલ કાર મળી આવી

વઢવાણ, તા. ૩૧: થાનગઢ ખાખરાળી ચોકડી પાસે આવેલ પાર્શ્વનાથ રેસીડેન્‍સી ફલેટના બ્‍લોક - સી ની નીચે આવેલ પાર્કીંગમાં મારૂતી સઝુકી કંપનીની સિલ્‍વર કલરની સ્‍વીફટ ડિઝાયર ફોર વ્‍હીલ ગાડી રજી.નં.જીજે-૧૩-સીઇ-૬૦૫૭ વાળી રાખી આરોપી ઇરફાનભાઇ ગફુરભાઇ ભટ્ટી છુટક-છુટક વેચાણ કરે છે જેથી સદરહુ હકિકત વાળી જગ્‍યાએ પ્રોહિ લગત રેડ કરતા (૧) બીયર ટીન નંગ- ૬૪ તથા (૨) બોટલો નંગ-૫ તથા (૩) બોટલો નંગ-૨૦ (૪) બોટલો નંગ-૩૩ તથા (૫) બોટલો નંગ-૩૦૭ તથા (૬) બોટલો નંગ-૯૬ (૭) બોટલો નંગ-૧૩૨ મળી કુલ બીયર ટીન નંગ- ૬૪  તથા ઈગ્‍લીશ દારૂની અલગ અલગ બ્રાન્‍ડની બોટલો નંગ- ૬૪૨ જેની કિ.રૂ. ૨,૫૬,૦૨૫/- તથા ફોર વ્‍હીલ ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૭,૫૬,૦૨૫/-  નો મુદ્દામાલ કબ્‍જે કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર ટી.બી.હિરાણી,  પો.હેડ.કોન્‍સ કે.એન.સાંબડ,  ડિ.સી.લકુમ, જે.એસ.બાવળીયા, પો.કોન્‍સ અભયરાજસિંહ ઘનુભા સિસોદિયા, ભવાનભાઇ જોગરાણા એ કરી હતી.

(11:38 AM IST)