<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

ચોટીલાના મોટી મોલડી, નાની મોલડી, ચાણપા ગામે નેશનલ હાઇવે પર આવેલ મોમાઇ હોટલ, જય દ્વારકાધીશ હોટલ, તુલસી હોટલ પર બુલડોઝર ફર્યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૧: નાયબ કલેકટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુકત ટીમ દ્વારા મોટી મોલડી ગામના સર્વે નંબર.૩૫૩ ઠાકર મંદિર(દિવેલિયુ)ની જમીન પર.

(૧) મોમાઈ હોટલ કે  જેનુ ક્ષેત્રફળ એકર ૦૨(બે) કોઈપણ જાતની પરવાનગી વગર હોટલ બનાવી વાણિજ્‍ય ઉપયોગ કરવામાં આવે છે.જે પૈકી એકર ૧(એક) ગુ.જમીન પર પાકું બાંધકામ  તથા હાઈ વે ને અડીને મોમાઈ હોટલ ચા, નાસ્‍તા વિગેરેનું સેટ અપ ઊભું કરવામાં આવેલ. જેના માલિક ર્ંજેન્‍તીભાઇ બાબુભાઈ બાવળિયા રહે.રાજકોર્ટં વાળા વ્‍યકિતઓએ હોટલ બનાવી અનઅઘિકળત રીતે દબાણ કરી વાણિજય હેતુ માટે  મોમાઈ હોટલ, ચા,પંચર તથા પાન મસાલા તથા કરિયાણા વિગેરે..ની દુકાનો,હોટલમાં કામ કરતા સ્‍ટાફ ને રહેવા માટેની મકાનો તથા ટોયલેટ બ્‍લોક્‍સ વિગેરે..તેમજ હોટલ સંચાલકને સદર જગ્‍યા ખાલી કરવા માટે સમય આપવામાં આવેલ તેમ છતાં પણ જાતે દબાણ દૂર કરવામાં ન આવતા દબાણો દૂર કરવામાં આવ્‍યુ.

ગેરકાયદેસર બાંઘકામ કરેલ હતા તે બાંઘકામ ઠાકર મંદિર(દિવેલિયુ.) જમીનમાંથી દુર કરાવી આશરે ર્ં૦૭,૨૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા સાત કરોડ વીસ લાખ  પુરા) કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ.

(૨) જય દ્વારકાધીશ હોટલ કે જેનું ક્ષેત્રફળ એકર ૦૨(બે) જેના સર્વે ન.૧૯ હાલ સરકારી પડતર જમીન પર કબજો કરી ઉપયોગ કરવામાં આવે છે.જે જમીન પર ર્ંહામાભાઇ સાદુલભાઈ રબારી રહે.ચાણપા વાળા દ્વારા ચા પાણીની હોટલ બનાવી અનઅઘિકળત રીતે દબાણ કરી વાણિજય હેતુ માટે જય દ્વારકાધીશ હોટલ નું બાંઘકામ કરી ઉભી કરેલ હતું.જે પતરાના શેડ વાળી હોટલનું દબાણ દૂર કરવામાં આવ્‍યા.

ગેરકાયદેસર બાંઘકામ કરેલ હતા તે બાંઘકામ સરકારી જમીનમાંથી દુર કરાવી આશરે ૦૪,૦૪,૭૦,૦૦૦/- ( અંકે રૂપિયા ચાર કરોડ ચાર લાખ સીતેર હજાર પુરાર્)ં કિંમતની સરકારી ખુલ્લી કરવામાં આવેલ.

(૩) તુલસી હોટલ કે મોજે.નાની મોલડી  જેના સર્વે ન.૧૨૨ જેનું ક્ષેત્રફળ આશરે એકર- ૦૩( ત્રણ) પર કબજો કરી ઉપયોગ કરવામાં આવે છે.જે જમીન પર ર્ંપ્રવીણભાઈ છનાભાઇ સભાયા રહે.રાજકોટર્.ં વાળા વ્‍યકિતઓએ છેલા ઘણા સમયથી  હોટલ બનાવી અનઅઘિકળત રીતે દબાણ કરી વાણિજય હેતુ માટે તુલસી  હોટલ, ચા,પંચર તથા પાન મસાલા ની દુકાનો,હોટલ સ્‍ટાફ ક્‍વાર્ટર વિગેરે.ગેરકાયદેસર  રીતે પાકુ બાંઘકામ કરી ઉભી કરેલ હતું. ગેરકાયદેસર પાકા બાંધકામ વાળા દબાણો દૂર કરવામાં આવ્‍યા.

ગેરકાયદેસર બાંઘકામ કરેલ હતા તે બાંઘકામ સરકારી જમીનમાંથી દુર કરાવી આશરે ર્ં૦૮,૪૯,૮૭,૦૦૦/- ( અંકે રૂપિયા આઠ કરોડ ઓગણપચાસ  લાખ અત્‍યાસી હજાર પુરા) કિંમતની  જમીન ખુલ્લી કરવામાં આવેલ.

 ઉક્‍ત તમામ ગેરકાયદેસર બાંઘકામનુ કુલ ક્ષેત્રફળ એકર ૭-૦૦ ગુ.(૧૭.૫ વિઘા)જમીન થાય છે.જેનું હાલની બજાર કિંમત રૂ.૧૯,૭૪,૫૭,૦૦૦/- ( અંકે ઓગણીસ કરોડ  ચુમોતર લાખ સત્તાવન હજાર રૂપિયા પુરા.) કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.

તેમજ આ ગેરકાયદેસર પાકા બાંધકામ ઘણા સમયથી  કરેલ છે તે અંગેની તપાસ કરી, વાર્ષિક બિનખેતીના જંત્રીના ૧્રુ ના દરે વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:39 AM IST)