News of Wednesday, 31st December 2025
સુરેન્દ્રનગરના શીયાણીમાં દેવરાજ બોરાણાએ હુમલો કરતા પોલીસનું ફાયરીંગ
આરોપી સામે અત્યાર સુધીમાં ૧૩ ગુન્હા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૩૧ : જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારી અને રાયોટિંગના ગુનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી દેવરાજ બોરાણાએ પોલીસ પર છરીથી હુમલો કરવા પ્રયાસ કર્યો હતો. આથી પોલીસે સ્વ બચાવમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીના પગમાં એક ગોળી વાગી હતી. એ પછી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે હુમલામાં એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ પરમાર આરોપીને રીકન્ટ્રક્શન માટે શિયાણી ગામ લઈ ગયા હતા તે દરમિયાન વળક્ષ પાસે પડેલી છરી ઉઠાવી અને આરોપી દેવરાજ ઉર્ફે બુબ શિવાભાઈ બોરાણા દ્વારા પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઇને પોલીસને છરી વાગતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આરોપી દેવરાજ ઉર્ફે બૂબ રવિભાઈ બોરાણા દ્વારા નાસી છૂટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આ સંદર્ભે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા તેને પગના ભાગે ગોળી લાગી ગઈ હતી અને તેને પણ લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે દેવરાજ ઉર્ફે બુબ શિવાભાઈ બોરાણા ઉપર મારામારી તેમજ તડીપાર સહિતના ગુનાઓ દાખલ થયેલા છે ત્યારે તેના રિકન્ટ્રક્શન માટે પોલીસ શિયાણી ગામ ખાતે લઈ ગઈ હતી અને આ પ્રકારની ઘટના બની છે.
હાલ બંને આરોપી અને પોલીસને સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે આરોપીને પણ પગના ભાગે ગોળી વાગી હોવાના કારણે તેને પણ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે આ સંદર્ભે પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
