News of Wednesday, 31st December 2025
શિયાળે હાર્ટએટેકનું પ્રમાણ વધુ
કેટલાક એવા આહાર જેનાથી હ્ય્દયને ફાયદો થાય છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૩૧ઃ શિયાળે હ્ય્દયરોગનું પ્રમાણ અર્થાત હાર્ટ એટેકનું પ્રમાણ અન્ય ઋતુઓની સરખામણીએ વધુ રહેતુ હોય છે. શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધવાથી હ્ય્દય સુધી લોહીનું પરીભ્રમણ ધીમુ પડે છે. તબીબો દ્વારા કહેવાતી આ વાસ્તવિકતા છે.
ત્યારે હાલ શિયાળાની ઠંડીમા હ્ય્દયને સ્વસ્થ રાખવા કેવા આહાર લેવા જોઇએ જે હ્ય્દયને ફાયદાકારક સાબિત થાય છે બઝુર્ગો માં પ્રચલિત અજમાવાતા પરંપરાગત આહારોની સંક્ષિપ્ત માહિતી જોઇએ તો, આદુનો રસ અને મધ સાથે મેળવીને પીવાથી હ્ય્દયને ફાયદો થાય છે.
જેને હાર્ટની નબળાઇ હોય તેઓને દૂધીને બાફીને તેમાં અન્ય કોઇ તીખા તમતમતા મસાલા નહીં પણ માત્ર ધાણાજીરૃ અને હળદરનો પાવડર અને કોથમીરઆ ત્રણ વસ્તુઓ મેળવી આપવાથી હાર્ટ મજબૂત બને છે. મધ સાથે અરડુસીના પાનનો રસ પણ હ્ય્દયને ફાયદો પહોંચાડે છે. અંજીર પણ હ્ય્દય માટે પોૈષ્ટિક ફળ છે. એજ રીતે દાડમના દાણા નો રસ પણ ફાયદા કારક રહે છે. અત્યારે જો કે કેરીની સીઝન નથી પણ કેરી નો રસ દૂધ સાથે મેળવીને પીવાથી નબળા હાર્ટને પોષણ મળે છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
