<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

ધોરાજીની શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ સંસ્‍થાનો ‘ભવ્‍ય ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્‍નેહમિલન' સમારોહ યોજાશે

૧૯૪૬ માં રોપાયેલું શિક્ષણનું બીજ આજે વટવળક્ષ ૫૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું ઘડતર કરતી સંસ્‍થાનો અનોખો ઉત્‍સવઃ ધોરાજીમાં ભૂતકાળની સ્‍મળતિઓ થશે તાજીઃ લેઉવા પટેલ કેળવણી મંડળના ૮૦ વર્ષના ગૌરવવંતા ઈતિહાસનું સાક્ષી બનશે ‘ભવ્‍ય સ્‍નેહમિલન'

ધોરાજી તા.૩૧: આઝાદી પૂર્વે ઈ.સ. ૧૯૪૬ માં દીર્ઘદ્રષ્ટા આગેવાન મોહનભાઈ ગોકળભાઈ પટેલના નેતળત્‍વમાં ધોરાજી ખાતે માત્ર એક છાત્રાલયથી શરૂ થયેલી આ સફર આજે વિશાળ ફલક પર વિસ્‍તરી છે. ૨ એકરના આધુનિક બિલ્‍ડિંગમાં ચાલતી પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ તેમજ મહિલા આર્ટ્‍સ કોલેજ દ્વારા અત્‍યાર સુધીમાં ૫૦૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ગુણવત્તાયુકત શિક્ષણ મેળવ્‍યું છે.

સંસ્‍થાના આંગણેથી કેળવણી મેળવેલા વિદ્યાર્થીઓ આજે ગુજરાત સરકારમાં મંત્રી, સાંસદ, ધારાસભ્‍ય જેવા મહત્‍વના રાજકીય હોદ્દાઓ તેમજ મેડિકલ, એન્‍જિનિયરીંગ તેમજ અન્‍ય ક્ષેત્રોમાં અને ઉદ્યોગ જગતમાં દેશ-વિદેશમાં સર્વોચ્‍ચ શિખરો સર કરી સંસ્‍થાનું નામ રોશન કરી રહ્યા છે.

ટ્રસ્‍ટના હાલના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને, મેનેજિંગ ટ્રસ્‍ટી જીમીભાઈ કિશોરભાઈ પટેલ તેમજ ટ્રસ્‍ટી અશોકભાઈ બાલધા, કેમ્‍પસ ડાયરેક્‍ટર જે. જે. વિરાણી સાહેબ તથા સ્‍કૂલના સમગ્ર સ્‍ટાફના સહકારથી તેમજ સ્‍નેહમિલન સમિતિના સંયોજક મિલન સોજીત્રા, સહ-સંયોજક કેતન રાબડીયા તેમજ યાજ્ઞિક બોરડ, નિકુંજ ડોબરીયા, વિશાલ ડોબરીયા, અનિલ હિરપરા, હાર્દિક રાણપરીયા, યાશિક ગઢિયા, હિરેન લાખાણી, જૈનિશ સાવલિયા, રવિ સાવલિયા જેવા અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રાત-દિવસ એક કરી આ સ્‍નેહમિલનને યાદગાર બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. દાયકાઓ પછી જૂના સહપાઠીઓ અને ગુરુજનોને મળવાનો આ અવસર એક ભાવનાત્‍મક મિલન બની રહેશે.

(12:14 PM IST)