News of Wednesday, 31st December 2025
ગોંડલ કપુરીયા ચોકમાં ક્રેટા કાર સાથે એકટીવા અથડાતાં ૧૬ વર્ષના યજ્ઞદિપસિંહ જાડેજાનું મૃત્યુ
મુળ ભુણાવાના પરિવારમાં શોકઃ પિતા નરેન્દ્રસિંહને ભુણાવા પાટીયે આશાપુરા હોટલ ચલાવે છેઃ મૃત્યુ પામનાર યજ્ઞદિપસિંહ ધોરણ-૧૦માં અભ્યાસ કરતાં હતાં: એક બહેનથી મોટા હતાં

રાજકોટ તા. ૩૧: ગોંડલના કપુરીયા ચોકમાં રાતે ક્રેટા કાર સાથે એકટીવા અથડાતાં એકટીવા પર બેઠેલા મુળ ભુણાવાના અને હાલ ગોંડલ રહેતાં૧૬ વર્ષના તરૃણ સહિત બે જણા ફંગોળાઇ ગયા હતાં. જેમાં ૧૬ વર્ષના તરૃણનું સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ ગત ૨૬/૧૨ના રાતે ગોંડલના કપુરીયા ચોકમાં ક્રેટા કાર જીજે૦૩એલઆર-૧૫૨૨ હંકારીને ગોંડલ ભવનાથ-૧માં રહેતાં રામશીભાઇ હમીરભાઇ ભાટુ-આહિર (ઉ.વ.૪૦) ડ્રાઇવર મુકેશભાઇને કપુરીયા ચોકમાં ઉતારી ઘર તરફ જતાં હતાં ત્યારે અચાનક ડબલ સવારીવાળુ એકટીવા કોલેજ ચોક તરફથી આવ્યું હતું અને કાર સાથે અથડાતાં એકટીવા ચાલક અને સાથેનો છોકરો એમ બંને પડી ગયા હતાં. જેમાં ૧૬ વર્ષના મુળ ભુણાવાના હાલ ગોંડલ રહેતાં યજ્ઞદિપસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને ગંભીર ઇજા થઇ હતી.
યજ્ઞદિપસિંહને ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલ. અહિ ગત રાતે તેનું મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ બનાવમાં ગોંડલ બી-ડિવીઝન પોલીસે જે તે વખતે કારચાલક રામશીભાઇ ભાટુની ફરિયાદ પરથી એકટીવાચાલક સામે પુરઝડપે તેનું વાહન હંકારી કાર સાથે અથડાવી કારમાં નુકસાન પહોંચાડ્યાનો અને પોતાને ઇજા પહોંચાડ્યાનો ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન યજ્ઞદિપસિંહનું મૃત્યુ થતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે.
વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર યજ્ઞદિપસિંહ જાડેજા એક બહેનથી મોટા હતાં અને ધોરણ-૧૦માં ભણતાં હતાં. તેના પિતાને ભુણાવા ચોકડીએ આશાપુરા હોટલ છે. મુળ ભુણાવાના વતની નરેન્દ્રસિંહ જાડેજા હાલ પરિવાર સાથે ગોંડલમાં તિરૃમાલા સોસાયટીમાં રહે છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
