<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

જેતપુરમાં ટાકુડીપરામાં સીસી રોડનું ખાત મુહૂર્ત

 

 જેતપુરઃ શહેરમાં મુખ્‍યમંત્રી શહેરી સડક યોજનાની ૯૯૯.૪૭ લાખની વર્ષ ૨૦૨૪-૨૫ની ગ્રાન્‍ટમાંથી સીસી રોડના કામમાંથી ટાકુડીપરાથી ચંદ્રમોલશ્વર મહાદેવ મંદિર સુધીના રોડનું કામનું ખાત મૂહુર્ત કરવામાં આવ્‍યું હતું. શહેરી સડક યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ની ૯૯૯.૪૭ લાખની ગ્રાન્‍ટ આપવામાં આવી છે. જે ગ્રાન્‍ટમાંથી ઉપપ્રમુખ સ્‍વાતીબેન સંજયભાઈ જોટંગીયાના દ્વારા ૯૫.૧૫ લાખ રૂપિયા ખર્ચે શહેરના ટાકુડીપરા જડેશ્વર મહાદેવથી સોમનાથ ગાર્ડન પાસે આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર સુધીનો ૧.૫ કિમીનો રોડ મંજૂર કરાવતા  ધારાસભ્‍ય જયેશભાઇ રાદડિયાના હસ્‍તે ખાત મૂહુર્ત કરવામાં આવ્‍યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ મેનાબેન રાજેશભાઈ ઉસદડીયા, સ્‍વાતિબેન જોટંગીયા, રાહુલ આશનાણી, બિંદીયાબેન મકવાણા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં. ખાત મૂહુર્ત પ્રસંગે જયેશભાઇએ રોડના કોન્‍ટ્રાકટરને સૂચના આપેલ કે સ્‍થાનિકોના મકાનોમાં પાણી ઘુસી ન જાય તે રીતે રોડ ખોદીને બનાવવાનો નવા રોડનું લેવલ હયાત રોડ જેટલું જ રહેવું જોઈએ

(12:29 PM IST)