તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૬ બુધવાર
News of Wednesday, 31st December 2025
જેતપુરના સુધીર ભટ્ટીએ પરણીત હોવા છતાં લગ્નની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ ગુજાર્યુ
આરોપી સુધીર ભટ્ટીની ધરપકડ : સુધીર ભટ્ટીએ અનેક મહિલા સાથે છેતરપીંડી કરી હોવાની શંકા : ભોગ બનનાર મહિલાઓને પોલીસનો સંપર્ક કરવા અપીલ

રાજકોટ, તા., ૩૧: જેતપુરમાં પરણીત હોવા છતા અપરણીત હોવાનું કહી મહિલાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારનાર શખ્સ સામે ફરીયાદ થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સુધીર માધુભાઇ ભટ્ટી (રહે. જેતપુર) સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, આરોપી સુધીર ભટ્ટી સાથે પરીચય થતા પોતે અપરણીત હોવાનું કહી લગ્નની લાલચ આપી જેતપુર લાવ્યો હતો અને બાદમાં તેના પર સુધીર ભટ્ટીએ વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હતું. ત્યાર બાદ ભોગ બનનાર મહિલાને સુધીર ભટ્ટી પરણીત હોવાની જાણ થતા પોતાની સાથે લગ્નની લાલચ આપી છેતરપીંડી થયાનું ખુલતા પોલીસને જાણ કરી ફરીયાદ કરી હતી.
જેતપુરના પીઆઇ અજીતસિંહ પરમારે આ ફરીયાદ અન્વયે ત્વરીત કાર્યવાહી કરી આરોપી સુધીર ભટ્ટીને ઝડપી લઇ ધરપકડ કરી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
તપાસનીસ અધિકારી અજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, આરોપી સુધીર ભટ્ટી અન્ય મહિલાઓ સાથે પણ આવી છેતરપીંડી કરી હોવાની શંકા છે. કોઇ મહિલા આ આરોપીનો ભોગ બની હોય તો જેતપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. ભોગ બનનાર મહિલાનું નામ ગુપ્ત રાખી કાર્યવાહી કરવામાં આવશે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
