News of Wednesday, 31st December 2025
પોરબંદરના ઔદ્યોગિક વિકાસ માટે દિલ્હીમાં અલગ અલગ મંત્રીશ્રીઓ સાથે બેઠકો
ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ મંડળ દ્વારા માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉડ્ડયન મંત્રી ચંદ્રમોહન નાયડુ, રેલ્વે મંત્રી અશ્વીનીકુમાર અને રક્ષામંત્રી રાજનાથસિંહ તથા ઉદ્યોગમંત્રી પિયુષ ગોહેલને ઔદ્યોગિક વિકાસની રજૂઆતો : કેશોદથી અમદાવાદ ચાલતી વિમાની સેવાને કેશોદથી પોરબંદર અને પોરબંદરથી અમદાવાદ રૂટ ઉપર ચાલુ કરવા તથા એરપોર્ટ રન-વેની લંબાઇ વધ્યા બાદ મેગા સીટીઓની વિમાની સેવા શરૂ કરવા ઉડ્ડયન મંત્રી ચંદ્રમોહન નાયડુ દ્વારા ખાતરી... : પોરબંદરમાં ડિફેન્સને લગતા મોટા મેન્યુફેકચરીંગનો ઉદ્યોગ સ્થાપવા રાજનાથસિંહને તેમજ બંદરના વિકાસ માટે અદ્યતન સુવિધા વિકસાવવા પિયુષ ગોહેલને રજૂઆતો... : મંત્રીઓ સાથે ડિસ્ટ્રીક ચેમ્બરના પ્રતિનિધિ મંડળની દરેક બેઠકોમાં મનસુખભાઇ માંડવીયા અને અર્જુનભાઇ મોઢવાડીયા સાથે રહીને પોરબંદરના ઔદ્યોગિક વિકાસ અંગેના પ્રશ્નોની રજૂઆતો કરી છે : પોરબંદરના ૩ નેશનલ હાઇવે, બાયપાસ સર્વિસ રોડના કામો તથા બંદરને જોડતા : ટુ-લેન રોડને ફોર લાઇન કરવા જર્જરિત પુલોની જગ્યાએ નવા પુલો માટે તાકીદે : મંજૂરી આપવા નીતિન ગડકરીએ સંબંધિત વિભાગોમાં સુચના આપી.... : પોરબંદર વિસ્તારમાં વધુ ફાસ્ટ ટ્રેનો ફાળવવા તથા નજીકમાં રાણાવાવ : રેલ્વે સ્ટેશને યાર્ડ તરીકે વિકસાવવાની કામગીરી ઝડપી બનાવવા અશ્વીનીકુમાર વૈષ્ણવની હૈયાધારણા...

પોરબંદર તા. ૩૧ :.. પોરબંદરના ઔદ્યોગિક વિકાસ માટે ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું પ્રતિનિધી મંડળ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાના માર્ગદર્શન હેઠળ માર્ગ પરિવહન મંત્રી, ઉડ્ડયન મંત્રી, રેલ્વે મંત્રીને રૂબરૂ મળીને બેઠકો કરીને પ્રશ્નો રજૂ કર્યા હતાં.
ડિસ્ટ્રિક્ટ ચેમ્બરની રજૂઆતો અન્વયે પોરબંદર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી તથા કેબિનેટ મંત્રીથી અર્જુનભાઈ મોઢવાડિયા અને પોરબંદર લોકસભા મત વિસ્તારના સંસદ સભ્ય તથા કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા ના સંયુક્ત પ્રયાસોથી ઉડયન મંત્રી ચંદ્રમોહન નાયડુ, રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી, રેલવે પરિવહન મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરી પોરબંદર ડિસ્ટ્રિક્ટના પ્રશ્નો રજૂ કરવા માટે તેઓનો સમય ફાળવવામાં મદદરૂપ થવા ઉપરાંત આ દરેક મીટીંગોમાં પણ બંને કેબિનેટ મંત્રીશ્રીઓ સાથે ઉપસ્થિત રહી રજૂઆતી સહ ભલામણ કરવામાં આગવી ભૂમિકા ભજવેલી હતી
ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રતિનિધિ મંડળ તથા પીરબદર મત વિસ્તારના બંને કેબિનેટ મંત્રીશ્રીઓએ માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી સાથેની મિટિંગમાં પોરબંદર બાયપાસના સર્વિસ રોડ અને બંદરને જોડતા રોડને તથા તેના પર આવેલા બ્રીજો ખૂબજ જર્જરીત હાલતમાં હોય તે રીપેરીંગ કામ માટે અત્રે મળેલી રજૂઆતો સહિતના પ્રશ્નોને લઈને વિગતે રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતીન ગડકરી.એ પોરબંદરના ત્રણ નેશનલ હાઇવે અને પોરબંદર બાયપાસના સર્વિસ રોડના કામને તથા બંદરને જોડતા ટુ-લેન રોકને કોર-લેન તરીકે અપગ્રેડ કરી તેના જર્જરીત પુલોની જગ્યાએ નવા પુલો માટે તાકીદે મંજૂરી આપવા માટે વિભાગને સૂચનાઓ આપી છે. જેના માટે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રતિનિધિ મંડળ તથા અર્જુનભાઈ મોઢવાડિયા તથા મનસુખભાઈ માંડવીયા એ ગડકરીજીનો આભાર માન્યો હતો
ઉડયન મંત્રીશ્રી ચંદ્રમોહન નાયડુ સાથે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રતિનિધિ મંડળ દ્વરા પોરબંદર વિસ્તારના સંસદ સભ્ય અને ધારાસભ્યને સાથે રાખી પોરબંદરમાં ઉડયન સેવાઓ માટે પોરબંદર થી અમદાવાદ સીધી ફલાઈટ મળે તેવી રજૂઆત ની સાથોસાથે પોરબંદર એરપોર્ટના રનવે કે જે હાલ ૧૩૦૦ મીટરનો છે તેને લંબાવીને ૨૦૦૦ મીટરનો કરવામાં આવે તો પોરબંદરમાં મોટા વીમાનીનું લેન્ડીંગ થઈ શકે જેથી વધુ સારી ઉડયન સેવાઓ મળી રહે આ બાબતે ઘટતું કરવા વિનંતી સહ રજૂઆતો કરી હતી. ઉડયન મંત્રી શ્રી બે ખાતરી આપતા જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલ કેશોદ થી અમદાવાદ વીમાનની સેવાને કેશોદ થી પોરબંદર થી અમદાવાદ ના રૂટ પર ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે તથા રનવે ની લંબાઈ વધ્યા બાદ દેશના મુંભઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ જેવા જુદા- જુદા મેગા સીટીઓની સાથે પણ પોરબંદરથી વિમાની સેવાઓનો લાભ મળશે.
ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રતિનિધિ મંડળ દ્વારા રેલવે વિભાગનાકેબિનેટ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ ને રૂબરૂમાં મળી પોરબંદરના ઔદ્યોગિક વિકાસને અડચણરૂપ થતા પરિવહનને લગતા પ્રશ્નો અંગે રજૂઆત કરતા જણાવ્યું કે, વટે ભારત જેવી ટ્રેનો પોરબંદરને મળે ઉપરાંત પોરબંદરના ઔદ્યોગિક વિકાસ માટે રેલવેને લગતા મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ નું આયોજન પણ હાથ ધરવામાં આવે તો તમામ રીતે પોરબંદર નો રૂપાયેલો વિકાસ આગળ વધશે તેમ કહી આ અંગે યોગ્ય ઘટિત કાર્યવાહી કરવા માનસર નમ્ર અરજ કરી હતી. જેના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ જણાવ્યુ કે, પોરબંદર રેલ્વે સ્ટેશનનુ વાઈ નાનું હોય ત્યાં હબ્બાઓની દૈનિક સાળ-સંભાળ એટલે કે વોશીંગ-કલીનીંગ અને વેઈટીંગ થઈ શકતુ ન હોય. આ માટે રાણાવાવ રેલ્વે સ્ટેશનને યાર્ડ તરીકે વિકસાવી પોરબંદર વિસ્તારને વધુ અને ફાસ્ટ ટ્રેનો ફાળવવામાં આવશે તેવી તૈયાધારણા આપી ઉમેર્યું કે, પોરબંદર નું રેલ્વે સ્ટેશન પેરીસ જેવું બનાવવા જઈ રહ્યા છીએ.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે પણ મિટિંગનું આયોજન થાય તેવા પ્રયત્નો મનસુખભાઈ માંડવીયા તથા અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં ચાલી રહેલ શિયાળુ સત્રમાં અને અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આ બંને મંત્રીઓ સમય ફાળવી શકય ન હતા. પરંતુ તેઓ શ્રી એ રૂબરૂ મળી ન શકવા બદલ ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વસ્ત શિડયુલ માંથી સમય ફાળવી શકયો નથી પરંતુ આપના દ્વારા જે કંઈ રજૂઆતો કરવાની હોય તે જરૂરથી લેખિતમાં કે નોટ ટાઈમ મળીએ ત્યારે જણાવશો, વિકાસને વેગવતો રાખવા અને દેશને ઉન્નતીના શિખરે પહોંચાડવા માટે અમે હંમેશા પ્રયત્નશીલ જ છીએ.
ડિસ્ટ્રીકટ ચેમ્બર પ્વારા માનનીય મંત્રી રાજનાથસિંહજીને જે રજુઆતો લેખિત રીતે પોરદરના ઔદ્યોગિક વિકાસ માટે ડિહેન્સને લગતા મોટા મેન્યુફેકચરીંગ ઉદ્યોગને પોરબંદર વિસ્તારમાં સ્થાપવા રજુઆતો કરવામાં આવી કરવામાં આવી છે. જયારે માલવીય મંત્રીશ્રી પિયુષ ગોયલ તથા શ્રી રાજીવ રંજન સિંષ અને એલીઆસ લલન સિંધ ને પોરબંદરના હાલના કરોડરજ્જુ સમાન ફીગ્રીંગ ઉદ્યોગ માટે જરૂરી ઈન્ફાસ્ટ્રકચર અને કેન્ટનર યાર્ક તથા તેના પરીવહન માટે શીપો પોરબંદર બંદરે આવી શકે તેવી અદ્યતન સુવિધાઓ વિકસાવવા માટે માંગણી કરવામાં આવેલ છે
દિલ્લી ખાતે મુલાકાત લેનાર ડિસ્ટ્રિકટ ચેમ્બરના પ્રતિનિધિ મંડળના સભ્યઓ અનિલભાઈ કારીયા, જતીનભાઈ હાથી, ટી. કે. કારીયા, જયેશભાઈ પંતાણી, સુરેશભાઈ રાયઠઠ્ઠા, નવપણભાઈ મોઢવાડિયા તથા સુમિતભાઈ સેલેટએ પોરબંદર મત વિસ્તારના સંસદ સભ્ય અને કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા તથા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી અને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ને પોતાના સતત વ્યસ્ત શિડ્યુલ માંથી સમય કાઢી પોરબંદરના ઉદ્યોગિક વિકાસ માટેના આ પ્રશ્નોની રજૂબાત કરવા માટે સંલગ્ન કેબિનેટ મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરી આ પ્રતિનિધિ મંડળની મુલાકાત કરાવી આપવા અને પોરબંદરના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેવા તથા આ પ્રતિનિધિ મંડળને આપેલા સહકાર બદલ સમગ્ર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અહેવાલ
પરેશ પારેખ
પોરબંદર
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
