<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

કોળી પિતા પુત્રએ અનુભવના આધારે ઓપરેશન હાથ ધર્યું અને મુન્દ્રાનો એ વિસ્તાર અંતે ઝેરી મધમાખીના આતંક થી મુક્ત થયો

હવે પછી આ ઝેરી મધમાખી આ વિસ્તાર માં જોવા નહીં મળે : લોકોને હાશ થઈ, પ્રાંત અધિકારી, મામલતદાર અને સુધરાઈ ની ટીમએ ખાસ રસ લીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ :  કચ્છના મુન્દ્રામાં જૂની બીએડ કોલેજ વિસ્તાર માં છેલ્લા બે માસથી ઝેરી મધમાખી એ સમગ્ર વિસ્તાર ને બાન માં લીધો હતો અને લોકો આ વિસ્તાર માંથી પસાર થતાં ભારે ડર અનુભવતાં હતા. ૩૦ જેટલા લોકો મધમાખીઓનો શિકાર બન્યા હોઈ એક સમયે ધમધમતો આ વિસ્તાર મોટે ભાગે સુમસામ થઈ ગયો હતો. મુન્દ્રા માંડવી ના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા અને મામલતદાર કલ્પના બેન એ આ રજૂઆત સંદર્ભે ઝડપી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી માં મુન્દ્રા બારોઇ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી ના માર્ગદર્શન હેઠળ સુધરાઈ ના અજયભાઈ અને સિકંદર સુમરાનો સહયોગ મળ્યો હતો. નગરપાલિકાની ટીમ એ રૂબરૂ આ સ્થળની મુલાકાત લઈ વિશાળ મધમાખી નો ઝુંડ શોધી કાઢ્યો હતો અને વર્ષોથી બંધ હાલત માં પડેલ જૂની બી એડ કોલેજના ડેલા ની અંદર ઝાડ પર ઝેરી મધમાખીઓ જોવા મળી હતી.

બાદ માં સ્થાનિક પ્રશાસન એ માંડવીથી અનુભવી પિતા પુત્રની ટીમને બોલાવી હતી. મધમાખીઓ સાથે પનારો પાડવામાં નિષ્ણાત ઇસ્માઇલ કોળી અને તેનો પુત્ર એ બંધ જૂની કોલેજ માં પ્રવેશ્યા હતા અને એ ઝેરી મધમાખીના ઝુંડ સુધી પહોંચ્યા હતા અને પોણી કલાક સુધી એ મધમાખીઓ ને દૂર કરવા ઑપરેશન હાથ ધર્યું હતું. 

આ ઑપરેશન બાદ એ ઇસ્માઇલ કોળી એ વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું કે હવે પછી આ ઝેરી મધમાખી આ વિસ્તાર માં જોવા નહીં મળે. દરમ્યાન સ્થાનિક સામાજિક કાર્યકર અને યુવા પત્રકાર આ કામગીરી માં આ વિસ્તાર ના રહેવાસી રાજ સંઘવી તેમ જ સુધરાઈ ના વોર્ડ મેન વિનોદ વાઘેલા એ પણ જહેમત ઉઠાવી હતી.

આ ઑપરેશન બાદહાલ આ વિસ્તાર ઝેરી મધમાખી ના આતંકથી મુક્ત થયો છે અને હવે લોકો અહીં આરામ થી અવરજ્વર કરી શકે છે. (તસ્વીરો: રાજ સંઘવી, મુન્દ્રા)

(2:36 PM IST)