News of Wednesday, 31st December 2025
સુભાષ એકેડમી દ્વારા ધ્વજદિન ભંડોળમાં ૪૧ લાખનું અનુદાન

રાજકોટ તા. ૩૦ : સુભાષ એકેડમી જુનાગઢ ખાતે વાર્ષિક મહોત્સવનું આયોજન કરાયુ હતુ. આ સમારોહમાં ભારતીય સેનાના સર્વોચ્ચ બહાદુરી પદક વિજેતા પરમવીર ચક્ર કેપ્ટન યોગેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એનસીસી ગ્રુપ હેડકવાર્ટર રાજકોટના બ્રીગેડીયર બિસવાસ, બ્રીગેડીયર રાયજાદા તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી પવનકુમાર ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન સુભાષ ફાઉન્ડેશનના ચેરમેન જવાહરભાઇ ચાવડા અને રાજેશભાઇ ચાવડા દ્વારા સશષા સેના ધ્વજદિન ભંડોળમાં રૂ.૪૧ લાખની માતબર રકમ દાનમાં અર્પણ કરવામાં આવી હતી. આ રકમમાંથી સ્વ. સૈનિકોના ધર્મપત્નિઓ અને યુધ્ધ, લડાઇ, આતંકવાદી સામે ક્ષતિગ્રસ્ત થયેલ સૈનિકોને માસિક આર્થિક સહાય ચુકવવામાં આવે છે. તેમજ સૈનિકોના પુત્રીના લગ્ન પ્રસંગે પણ સહાય ચુકવવામાં આવે છે. સૈનિકોના મૃત્યુ પ્રસંગે મરણોતર સહાય ચુકવવામાં આવે છે. ત્યારે જુનાગઢ ખાતેના સમારોહમાં આ રકમ દાનમાં આપવા બદલ સુભાષ એકેડમીના જવાહરભાઇ ચાવડાનો જિલ્લા સૈનિક કલ્યાણ અને પૂનર્વસવાટ કચેરી રાજકોટ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. તેમ કમાન્ડર પવનકુમારની યાદીમાં જણાવાયુ છે
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
