<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

કચ્છના રાપર પંથકમાં કમોસમી માવઠાનો માર: સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ : પાકને નુકસાન, ઠંડી, ગરમી અને વરસાદી ઝાપટાંઓ સાથે ત્રેવડી ઋતુનો અહેસાસ

કમોસમી વરસાદ થી જીરું, રાયડો, ઘઉં, ઇસબગુલ સહિત ના પાકોને નુકસાન થવાની શક્યતા : ભર શિયાળે વરસાદી વાતાવરણ છવાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૧ : હવામાન વિભાગની બે દિવસની ભર શિયાળે વરસાદની આગાહી વચ્ચે કચ્છના રાપર પંથકમાં માવઠું વરસ્યું છે. વાગડ વિસ્તારના રણકાંઠો ધરાવતા ગામો રામવાવ, કણખોઈ, ચોબારી, ગવરીપર, કુડા, જામપરમાં તેમ જ રાપર શહેરમાં વરસાદના ઝાપટા સાથે પાણી વહી નીકળ્યા હતા. તો જીરું રાયડો ઘઉં તથા અન્ય રવિ પાક ના ઉભા પાક ના ખેતરો મા પાણી ભરાઈ ગયા હતા તાલુકા મથક રાપર ખાતે બપોરે અઢી વાગ્યે વરસાદ નો માહોલ સર્જાયો હતો ભર શિયાળે વાતાવરણમાં પલટો આવતા આકાશ માં ચોમાસા નો માહોલ જોવા મળ્યો હતો કમોસમી વરસાદ થી જીરું, રાયડો, ઘઉં, ઇસબગુલ સહિત ના પાકોને નુકસાન થાય એવું ખેડુતો એ જણાવ્યું હતું. (તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર)

(3:24 PM IST)