<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

રાષ્‍ટ્ર-માનવમુલ્‍યો માટે જીવનારને ઇતિહાસ યાદ રાખે છેઃ સ્‍વામી ધર્મબંધુજી

પ્રાંસલામાં સ્‍વામી ધર્મબંધુજી દ્વારા ર૬મી રાષ્‍ટ્રકથા શિબીરનો ચોથો દિવસઃ રાજદૂત દિપક વોરાઃ વિકાસને ક્ષેત્રે ભારતનો સમય નહીં, સદી આવી છેઃ હવે ભુતકાળની ભુલોનું પુનરાવર્તન ના થાય તે માટે સતર્ક કરોઃ રાજદૂત દિપક વોરાઃ રાજકીય જેટલું જ સામાજિક નેતૃત્‍વ મહવત્‍પૂર્ણઃ આઇ.કે. જાડેજાઃ રાષ્‍ટ્રકથા શિબીર જીવન અને રાષ્‍ટ્રની ઉન્નતીની પાઠશાળા છેઃ મનોજ યાદવઃ આઝાદીના જંગમાં બલિદાન આપનાર ૧૩ લાખ સ્‍વાતંત્ર્ય સેનાનીઓનું નેશનલ વોર મેમોરિયલ બનાવવું જોઇએઃ જનરલ જી. ડી. બક્ષીઃ શિબિરમાં ઉપસ્‍થિત ર૪૩ શિક્ષકોએ રકતદાન કરીને પૂર્વ ડીજીપી પ્રકાશસીંગનું રકતતુલાથી બહુમાન

રાજકોટ તા. ૩૧ :.. પ્રાંસલા મુકામે ચોથા દિવસમાં પ્રવેશેલી ૨૬મી રાષ્‍ટ્રકથા શિબીરના પ્રવચન સત્રમાં ભારતના પૂર્વ રાજદૂત અને વડાપ્રધાનના વિદેશી બાબતોના સલાહકાર દિપક વોરા, ગુજરાતના પૂર્વ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા, ઝારખંડના પૂર્વ મંત્રી મનોજ યાદવ, દોના પુર્વ અધિકારી આર.પી. સિંગ, જનરલ જી.ડી.. બક્ષી, પૂર્વ ડીજીપી પ્રકાશસીંગ વિગેરે એ શિબીરાર્થીઓને સંબોધ્‍યા હતા.

સ્‍વામી ધર્મબંધુજીએ જણાવેલ કે, ઇતિહાસ એને જ યાદ રાખે છે, જે રાષ્‍ટ્ર અને માનવ મૂલ્‍યો માટે જીવે છે. આ વાતના સમર્થનમાં તેમણે ઉદાહરણ આપતા જણાવેલ કે, સરદાર વલ્લભભાઇ પટેલને ચાર ભાઇઓ હતા. પરંતુ સરદાર વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ એમ બે ભાઈઓને જ લોકો જાણે છે અને યાદ કરે છે. આવી જ રીતે મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહને ૨૦ પત્‍નીઓ હતી અને તેમના ૨૪ દિકરા અને ૨૦ દિકરીઓ હતી. આ પૈકી ૧૯ દિકરાઓએ દુશ્‍મનોને સાથ આપ્‍યો, ૪ દિકરાઓ તટસ્‍થ રહ્યા હતા. આંમ પરિવારમાંથી કોઇનો સહકારના મળવા છતાં પોતાના સિધ્‍ધાંતો ઉપર અટલ રહેલ મહારાણા ઙ્કતાપનો ઇતિહાસ આપણે વિદ્યાર્થીઓને અભ્‍યાસક્રમમાં ભણાવીએ છીએ.

પોલેન્‍ડ, સુદાન, આર્મેનિયા વિ. દેશોમાં રાજદૂત તરીકે સેવા આપી હાલમાં વડાપ્રધાનના કારગીલ, લેહ તેમજ આફ્રિકન દેશોના સલાહકાર દિપક વોરાએ આજે નવા ભારતનો પરિચય અનોખા અંદાજમાં આપ્‍યો હતો. શિબિરાર્થીઓની વચ્‍ચે દોડતા રહીને તેમણે વિવિધ ક્ષેત્રે છેલ્લા દસકામાં ભારતે સાધેલી પ્રગતિની આંકડાકીય. માહિતીની વચ્‍ચે એને અનુરૂપ ફિલ્‍મી ગીતની પંક્‍તિ-સંગીત રજુ કરતા રહીને શિબિરાર્થીઓને મનોરંજન સાથે અમુલ્‍ય જાણકારીથી અવગત કરાયા હતા.

ઝારખંડના પૂર્વ રાજયમંત્રી મનોજ યાદવ એ સ્‍વામી ધર્મબંધુજીથી પ્રભાવિત થઇને ર્ં સ્‍વામી ધર્મબંધુજી બી.એડ. કોલેજની શરૂઆત કરી છે. જેની ડોકયુમેન્‍ટ્રી દેખાડીને શિબીરાર્થીઓને સંબોધત જણાવેલ કે, આ ઙ્કમાણે શાળા/કોલેજમાં આપને પાઠયક્રમનો અભ્‍યાસ કરાવવામાં આવે છે જયારે રાષ્‍ટ્રકથા શિબીર જીવન અને રાષ્‍ટ્રની ઉન્નતીની પાઠશાળા છે. તેમણે આવી પાઠશાળામાંથી આપને યોગ્‍ય દિશા દર્શન મળે છે જેને પરિશ્રમરૂપી ગતિ આપીને અન્‍ય માટે ઉદાહરણીય જીવન બનાવશો.

ગુજરાતના પૂર્વ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા એ શિબિરાર્થીઓને પ્રેરક સંબોધન કરતા જણાવેલ કે, આપણા સ્‍વાતંત્ર્ય સેનાનીઓએ આપેલ બલિદાનને ફળ સ્‍વરૂપે આપણે આઝાદ રાષ્‍ટ્રમાં જન્‍મયા છે.  આપણને મળેલ સ્‍વતંત્રતાને જાળવી રાખી તેને વિકસિત કરવામાં યોગદાન આપવું એ આપણી રાષ્‍ટ્રીય ફરજ છે. રાષ્‍ટ્રના વિકાસ માટે માત્ર ધન રાશી ના હોય તો પણ યોગદાન આપી શકાય જેમકે, વળક્ષારોપણ, પર્વાયવરણ જાળવણી, જળ વ્‍યવસ્‍થાપન, વિજળીનો દુર્વ્‍યવ થતો અટકાવવો વિગેરે માટે અત્‍યારે વિદ્યાર્થી જીવનથી જ આપ જનજાગળતિમાં યોગદાન આપી શકો.

જનરલ જી. ડી. બક્ષી એ શિબિરાર્થીઓને સુભાષચંદ્ર બોઝએ ૬૦૦૦૦ સૈનિકોની ભરતી કરીને આઝાદ હિન્‍દ ફોજની રચના કરીને જર્મની, જાપાન વિગેરે દેશોના સહયોગ લેવા માટે વેશ બદલીને, જાનના જોખમે સાડા ત્રણ મહિનાનો અવિરત સબમરીનથી ઙ્કવાસ ખેડયો હતો તેની રોચક વિગતોથી અવગત કરાવીને જણાવ્‍યું હતું કે, સુભાષચંદ્ર બોઝ એ તા. ૧૮ ઓકટોબર ૧૯૪૩માં સિંગાપોરમાં ભારતને સ્‍વતંત્ર દેશની ઘોષણા કરીને ભારતમાં અંગ્રેજો ઉપર સશષા કાર્યવાહી આદરી હતી જેમાં આઝાદ હિન્‍દ ફોજના ૨૬૦૦૦ સૈનિકો શહિદ થયા હતા. અફસોસ આજે આ સૈનિકોની યાદ રહે એવુ કોઈ વોર મેમોરિયલ નથી બનાવ્‍યું. દાયકાઓ પછી સુભાષચંદ્ર બોઝનું કર્તવ્‍ય પથ પર સ્‍ટેચ્‍યું મુકાયું છે. પરંતુ જે સ્‍થળે નેતાજીનું સ્‍ટેચ્‍યુ હતુ તેને અંગ્રેજોએ ખંડિત કરી નાખ્‍યુ હતુ એ પણ પુનઃ પ્રસ્‍થાપિત કરવાની આવશ્‍યકતા છે. આવી જ રીતે ભારત માટે આઝાદીના જંગમાં ૧૩ લાખ જેટલા ભારતીયોએ બલિદાન આપ્‍યું છે તેના માટે નેશનલ વોર મેમોરિયલ બનાવવું જોઇએ.

બીએસએફના પૂર્વ ડીજી અને વિવિધ રાજયોમાં ડીજીપી તરીકે સેવા આપનર પ્રકાશસીંગ દ્વારા ભારત સરકારને વર્ષોના અનુભવ આધારે પોલિસનું રિફોમ કરવાનો અભ્‍યાસપુર્ણ રિપોર્ટ આપ્‍યો છે જો તે તે અમલી બને તો રાજકીય હસ્‍તક્ષેપ વિના પોલિસ ફરજ બજાવી શકે એવો અનુમાન તેમા વ્‍યકત કરાયું છે. તેમની વર્ષોની પોલિસ વિભાગમાં સેવાઓ બદલ આજે શિબિરમાં ઉપસ્‍થિત ૨૪૩ શિક્ષકોએ રકતદાન કરીને પૂર્વ ડીજીપી પ્રકાશસીંગનું રકતતુલાથી બહુમાન કરાયું હતું.

ઇસરોના વૈજ્ઞાનિકોએ સેટેલાઇટથી શિબિરાર્થીઓને વાત કરવાનું નિદર્શન આપ્‍યું હતુ. તેમ દિનેશભાઇ પરમાર (પ્રાંસલા- રાજકોટ) ની યાદીમાં જણાવાયું છે.

(3:54 PM IST)