<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

વિસાવદરના ગણપતિ ઉત્સવ સમિતિના સેવાભાવી પ્રમુખ સુરેશ સાદરાણીનો જન્મદિવસ : સાર્વત્રિક અભિનંદન વર્ષા

૨૪ કલાક અને ૩૬૫ દિવસ સેવામાં ઓતપ્રોત સાદરાણી દંપતિની દ્રષ્ટાંતરૂપ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિના સેવાભાવી પ્રમુખ સુરેશભાઈ સાદરાણીનો અંગ્રેજી નવા વર્ષના શુભપ્રારંભે જન્મ દિવસ હોય તેમના જન્મ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ તથા લોકો તરફથી તેમને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ દ્વારા તથા ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટ, ટિફિન સેવા,તહેવારોમાં મીઠાઈ, શિયાળામાં ગરમ કપડાં,રક્તદાન અને આરોગ્ય કેમ્પો ઉપરાંત ખાપણ કાટિયાની સમગ્ર કીટ અને મેડિકલના જરૂરી તમામ સાધનોની વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં આવે છે ઉપરાત સમગ્ર વિસાવદર પંથકમાં શબવાહીનીની જરૂરિયાત હતી તે જરૂરિયાત દાતાઓના સહયોગથી કરી શબવાહીનીની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. (મો.૯૮૨૪૧ ૬૧૩૦૧)

(8:39 PM IST)