News of Wednesday, 31st December 2025
મોરબીમાં કોલસા કૌભાંડનો આરોપી પાસા હેઠળ સાબરમતી જેલહવાલે.
જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પાસા વોરંટ ઇસ્યુ થતા તેની અટકાયત કરીને પાસા એકટ તળે ડીટેઈન કરી અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી નજીક ઇમ્પોર્ટેડ કોલસો કાઢીને હલકી ગુણવત્તાવાળો કોલસો ભેળવી દેવાના કૌભાંડમાં પકડાયેલ એક આરોપી સામે એલસીબીએ પાસાનું શસ્ત્ર ઉગામી તેને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યો છે.મોરબી એલસીબી દ્વારા ગઇ તા. ૨૧/૦૧/૨૦૨૫ના રોજ મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે આવેલ સ્વામીનારાયણ ગુરુકુળની સામે એ.બી.સી. મોનરલ્સની બાજુમાં આવેલ પ્લોટમાં રેઇડ કરવામાં આવી હતી. જેમાં મુન્દ્રા પોર્ટ પરથી ટ્રકોમાં ભરાઈ આવતો ઇમ્પોર્ટેડ કોલસો કોડીનાર અંબુજા સીમેન્ટ ફેક્ટરીમાં જતો હોય જે ટ્રકોના ડ્રાઈવર તથા માલીક સાથે સંપર્ક કરી ટ્રકોમાં કંપની દ્વારા લગાડેલ જી.પી.એસ. સીસ્ટમ તથા સીલ ખોલી ટ્રકોમાં ભરેલ ઇમ્પોર્ટ કોલસો કાઢી લઈ તેમાં હલકી ગુણવતાવાળો કોલસો ભેળવી કોલસા ચોરીનું કૌભાંડ પકડી લેવામાં આવ્યું હતું.
સ્થળ પરથી ઇમ્પોર્ટેડ કોલસો, હલકી ગુણવતાવાળો કોલસો, ટ્રક, ટ્રેક્ટર લોડર, હિટાચી મશીન, મોટર સાયકલ મળી રૂ.૧,૦૯,પપ,૦૦૦/-નો મુદામાલ મળી કુલ ચાર આરોપીઓને સ્થળ પરથી પકડી લઈ મોરબી તાલુકા પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. ગુનાની તપાસ દરમિયાન કુલ ૯ જેટલા આરોપીઓને આ ગુનામાં પકડવામાં આવ્યા હતા.
આ ગુનાના મુખ્ય આરોપી નવઘણભાઈ જશાભાઈ બાલાસરા (રહે. મોરબી વાવડી રોડ સતનામ સોસાયટી શેરીનં-૧ મુળ રહે. કેરાળીવાળા ) અગાઉ પણ વર્ષ ર૦ર૪ના વર્ષમાં આવા જ પ્રકારના કોલસા કૌભાંડના ગુનામાં સંડોવાયેલ હોય તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરતા જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પાસા વોરંટ ઇસ્યુ થતા તેની અટકાયત કરીને પાસા એકટ તળે ડીટેઈન કરી અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવેલ છે. આ કામગીરીના પીઆઈ એમ.પી. પંડયા, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, જે.પી. કણસાગરા સહિતના રોકાયેલ હતા
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
