News of Wednesday, 31st December 2025
માળિયાના રોહીશાળા ગામે ખેડૂતની હત્યાના કેસમાં શ્રમિકને આજીવન કેદ, પત્નીને નિર્દોષ છોડી મુકવા કોર્ટનો હુકમ.
વાડી માલિક દ્વારા ચેન ચાળા કરી બીભત્સ માંગણી કરતા હોય જેથી રાકેશને ધ્યાને આવતા હત્યાકરી હતી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા (મિ)નાં રોહીશાળામાં વર્ષ ૨૦૨૩માં વાડી માલિક દ્વારા ચેન ચાળા કરી બીભત્સ માંગણી કરતા હોય જેથી રાકેશને ધ્યાને આવતા હત્યા કરી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી પતિને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે, જયારે પત્નીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે.
માળીયાના રોહીશાળાનાં ચંદુભાઈ કાલરીયાએ ૨૦૨૩માં ૧ ડિસેમ્બરે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાઈ પરેશભાઈ કલારીયાની હત્યા કરી લાશને વાડીના શેઢે ફેકી દીધેલ છે. ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરીને પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયાના ખેતરમાં કામ કરતા આરોપીઓ રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસિંગ બંધેલ અને તેની પત્ની રાજબાઈ ની ધરપકડ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓને પરેશભાઈએ જમીન વાવવા આપી હતી. અને તેઓ રાજબાઈના ચેન ચાળા કરી બીભત્સ માંગણીઓ કરતા હોય તેથી રાજબાઈએ કામે આવવાનું બંધ કરી દીધું હતું. બાદમાં પરેશભાઈએ રાજબાઈને કામે મોકલવા રાકેશને જણાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રાકેશએ પરેશભાઈનાં માથા પર પાવડા વડે વાર કર્યો હરો. તેઓ પડી જતા આરોપી એ છરીથી ગળાનાં ભાગે ઘા મારી જીવલેણ ઈજાઓ કરી મોત નીપજાવ્યું હતું અને બાદમાં આરોપીઓએ ભેગા મળી લાશને ખેતરના શેઢે ફેકી દીધી હતી. આ કેસનો ચુકાદો આપતા કોર્ટે આરોપી રાગેશ ઉર્ફે રાકેશને આજીવન કેદની સજા તથા રૂ પાંચ હજારનો દંડ ભરવા અને દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજાનો હુકમ આપ્યો હતો. અને રાજબાઈને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા અને જામીન પેટે ૧૦ હજાર ચુકવવા ચુકાદો આપ્યો હતો.આ કેસમાં સરકારી વકીલ તરીકે સંજય દવે રોકાયા હતા
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
