<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ

પડધરી પંથકમાં પડેલા ધોધમાર વરસાદ સાથે જેતપુર, ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા

રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વાતાવરણમાં ઓચિંતાનો પલટો આવતા ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારથી લઈને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને પડધરી તાલુકાના સરપદળ ગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા.

શિયાળામાં અષાઢી માહોલ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પડધરી પંથકમાં પડેલા ધોધમાર વરસાદની સાથે જેતપુર, ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદને કારણે માર્ગો ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે અચાનક પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

 


 

(11:58 PM IST)