News of Thursday, 1st January 2026
મોરબી પાસેના મચ્છુ-3 ડેમમાં યુવાને ઝંપલાવ્યું : તુરંત બચાવી લેવાયો.
હાજર ટ્રાફિક પોલીસ અને રાહદારીઓએ તુરંત તેને બચાવી લીધો : યુવાનને આપઘાત ન કરવા સમજાવી ઘરે પરત મોકલ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મચ્છુ-3 ડેમમાં એક યુવાને પડતું મૂક્યું હતું. જો કે આ વેળાએ હાજર ટ્રાફિક પોલીસ અને રાહદારીઓએ તુરંત તેને બચાવી લીધો હતો. આ સેવાકાર્યમાં ડ્રાઈવર મહેશભાઈ ગઢવી, રોહિતભાઈ, જીલુભાઈ ગોગરા સહિતના જોડાયા હતા. તેઓએ યુવાનને આપઘાત ન કરવા સમજાવી ઘરે પરત મોકલ્યો હતો.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
