<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

સિરામિક ઉદ્યોગોને નવા વર્ષમાં મોટી રાહત : નેચરલ ગેસના ભાવમાં રૂ.૪.૫૦નો ઘટાડો

સિરામિક ઉદ્યોગને દરરોજનો અંદાજે રૂ.૭૦ લાખનો ફાયદો થશે : સિરામિક એસો.એ સરકારનો આભાર માન્‍યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧: અત્‍યારે તીવ્ર હરીફાઈના માહોલમાં સિરામિક ઉદ્યોગને સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા સિરામિક એકમોમાં વપરાતા નેચરલ ગેસના પ્‍ઞ્‍બ્‍ ભાવમાં રૂ.૪.૫૦નો ઘટાડો જાહેર કરવામાં આવ્‍યો છે. આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગોને દરરોજ અંદાજે રૂ.૭૦ લાખનો ફાયદો થશે.

મોરબીના ધારાસભ્‍ય અને મંત્રી કાંતિભાઈ અમળતિયાએ રાજ્‍ય સરકારમાં ગેસના ભાવ અંગે રજુઆત કરી હતી. સરકાર દ્વારા આ રજુઆત પ્રત્‍યે હકારાત્‍મક અભિગમ દાખવીને આજે નેચરલ ગેસના ભાવમાં રૂ.૪.૫૦નો ઘટાડો જાહેર કર્યો છે. આ ઘટાડો આવતીકાલે ૧ જાન્‍યુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે. હાલ સિરામિક એકમોમાં દરરોજ સરેરાશ ૧૬ લાખ કયુબીક મીટર ગેસનો વપરાશ થાય છે. તેવામાં આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગોને અંદાજે રૂ.૭૦ લાખનો ફાયદો થશે. આ નિર્ણય બદલ મંત્રી કાંતિલાલ અને સિરામિક એસો. દ્વારા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તથા રાજ્‍ય સરકારનો આભાર માનવામાં આવ્‍યો છે

(1:44 PM IST)