<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ગોંડલમાં ૭ વર્ષનો અમિત રમતાં રમતાં ગરમ રાખમાં પડતાં દાઝ્‍યો

રાજકોટ તા. ૧: ગોંડલમાં વાછરા ગામે પાંજરાપોળ નજીક ઘોઘાવદર રોડ પર રહેતાં મુળ યુપીના પરિવારનો ૭ વર્ષનો બાળક રમતો રમતો ગરમ રાખમાં પડતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. વાછરા રોડ પર રહેતાં ઓમપ્રકાશ ભારતનો દિકરો અમિત (ઉ.વ.૭) ઘર નજીક રમતો હતો ત્‍યારે નજીકમાં ગરમ રાખનો ઢગલો હોઇ તેમાં તે પડી જતાં દાઝી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. અમિત બીજા ધોરણમાં અભ્‍યાસ કરે છે. તે બે ભાઇ અને બે બહેનમાં નાનો છે. તેના પિતા છુટક મજૂરી કરે છે.

(11:05 AM IST)