તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st January 2026
ગોંડલમાં એકના એક પુત્ર ઘનશ્યામ રૂપારેલીયાના આપઘાતથી અરેરાટી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલઃ તા.૧, ગોંડલ માં જેતપુર રોડ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અને ગુંદાળા ફાટક પાસે ખોડિયાર ફેબ્રિકેશન નામની દુકાન ધરાવતા ૩૦ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.એકના એક પુત્ર એ અચાનક જીવાદોરી ટુંકાવતા માતા પિતા હતપ્રત બન્યા હતા.બનાવ અંગે ‘બી' ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરીછે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઘોઘાવદર અને હાલ ગોંડલ નાં જેતપુર રોડ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામ દિલીપભાઈ રૂપારેલીયા ( ઉ.વ. ૩૦) નામનો યુવાન પોતાના ઘરે રૂમમાં રાત્રીના સુવા ગયા બાદ વહેલી સવારે આશરે ૫ વાગ્યે તેના માતા જગાડવા ગયા હતા અને યુવાનને નાહવા જવાનું કહી નીચે જતા રહ્યા હતા. ત્યારબાદ આશરે બે કલાક બાદ ઘનશ્યામ નીચે નહીં આવતા ફરી માતા ઉપર રૂમમાં જઇ જોતા યુવાન પંખામાં કમર બેલ્ટ(પટ્ટા) વડે ગળાફાંસો ખાઈ ગયેલી હાલતમાં જોવા મળતા માતાએ ચીસાચીસ કરી મુક્તા પરિવારના અન્ય સભ્યો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરિવારના એકના એક પુત્ર એ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવાર શોકમગ્ન બન્યો હતો.
બનાવની જાણ બી ડિવિઝન પોલીસનાં આર.ટી.પરમાર ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી.મળતક યુવાનના મળતદેહને એમ્બ્યુલન્સ મારફત પી.એમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. મળતક યુવાનના પિતા કડીયા કામ કરી પરિવાર ગુજરાન ચલાવે છે. મળતક યુવાન પરિવારનો એકનો એક પુત્ર હોય અને પરિવારનો આધાર સ્તંભ હોય અચાનક યુવાને આપઘાત કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. બી ડિવિઝન પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.મળતક યુવાન નાં પરીવાર ની ઇચ્છા મુજબ તેની આંખોનું ચક્ષુદાન કરાયું હતું.જે માટે ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં દિનેશભાઈ માધડ, જયભાઈ માધડ, ધોરાજી માનવ સેવા યુવક મંડળ નાં ધર્મેન્દ્રભાઈ બાબરીયા,ભોલાભાઇ સોલંકી તથા ધોરાજી સરકારી હોસ્પિટલ નાં અધ્યક્ષ ડો.જયેશ વસેટીયન સહિત મેડીકલ ટીમે સેવા આપી હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
