<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

અતિતનું અધ્‍યયન કરવાથી વર્તમાનને સમજી શકાયઃ સ્‍વામી ધર્મબંધુજી

પ્રાંસલામાં સ્‍વામી ધર્મબંધુજી પ્રેરીત ૨૬મી રાષ્‍ટ્રકથા શિબીરનો પાંચમો દિવસઃ આજે મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી મોહન યાદવ આવશે

રાજકોટ તા.૧: પ્રાંસલા મુકામે પાંચમા દિવસના પ્રવચન સત્રને સંબોધન કરતાં સ્‍વામી ધર્મબંધુજીએ અતિતનું અધ્‍યયન કરવાથી વર્તમાનને સમજી શકાય છે અને વર્તમાનની યોગ્‍ય સમજદારીથી જ ભવિષ્‍યની નીતિ નિર્ધારણ કરી શકાય એમ જણાવીને તેમણે પ્રાચીન કાળથી ભારત ઉપર થયેલા આક્રમણો અને ૧૩ વખત થયેલ વિભાજનની તવારીખ રજુ કરી યોગ્‍ય સુરક્ષા નીતિ નિર્ધારણ ઉપર ભાર મુકયો હતો.

સ્‍વામીજી એ જણાવેલ કે, પ્રાચીન કાળમાં ભારત બર્માથી અફઘાનિસ્‍તાન અને કૈલાસથી કોલંબો સુધીનો વિશાળ દેશ હતો. ભલે તે અલગ રાજયમાં વિભાજીત હતો પરંતુ અહીની સંસ્‍કળતિ અને સભ્‍યતામાં સામ્‍યતા હતી. ભારત ઉપર પહેલા ૬ વિદેશી આક્રમણો નિષ્‍ફળ રહ્યા હતા. જેમાં ૪૬૦ બી.સી.- પર્શિયન દ્વારા આક્રમણ, ૨૭બી.સી. - એલેકઝેન્‍ડર દ્વારા થયેલ હુમલાને ચંદ્રગુપ્ત અને ચાણકયની જોડીએ વિફળ બનાવ્‍યો, ૧૦૦ બી.સી.-હુસી દ્વારા આક્રમણ, ૭૯ એ.ડી. -શક દ્વારા આક્રમણ, ૫૩૫ એ.ડી.- હુણ દ્વારા આક્રમણ, ૬૫૦ એ.ડી. -આરબ દ્વારા આક્રમણનો સમાવેશ થાય છે.

સુરક્ષા સંસ્‍થા રો ના નિવળત અધિકારી કર્નલ આર.એ. સિંગ એ દેશ સુરક્ષિત રહે તો જ દેશ વિકસિત થઇ શકે એમ જણાવીને ભારતની વિવિધ દેશો સાથેની સરહદી સીમાઓના આંકડા આપતા જણાવેલ કે, આપણે ૧૪૦૦૦થી અધિક ભુમિ સરહદ ઉપર વિવિધ દેશો સાથે જોદાયેલા છીએ. જેમાં સૌથી વધુ બાંગ્‍લાદેશ સાથે ૪૧૦૦ કિમી, ચીન સાથે તિબેટના સ્‍વરૂપે ૩૪૮૮ કિમી, પાકિસ્‍તાન સાથે ૩૩૨૮ કિમી, નેપાળ સાથે ૧૭૫૧ કિમી, મ્‍યાનમાર સાથે ૧૬૪૩ કિમી અને ભુતાન સાથે ૬૯૯ કિમી અને ૭૫૦૦થી વધુ સમુદ્રી સરહદ ધરાવીએ છીએ. આ બધાની સુરક્ષા માટે બીએસએફ, આઇટીબીપી, આસામ રાઇફલના સૈનિકો તેમજ નેવી દ્વારા રાતદિવસ પહેરો કરવામાં આવી રહ્યો છે.

સંવિધાનની ૩૭૦મી કલમ હટાવવી એ માત્ર રાજનૈતિક પગલું ન હતું. પરંતુ સુરક્ષા વ્‍યુહાત્‍મક દ્રષ્ટિએ પણ અધિક જરૂરી હતું. કારણ કે તેના લીધે ૧૧૦૦ કિમી જેટલી સરહદી સીમા લડાખના કેન્‍દ્રશાસિત પ્રદેશના દેખરેખ હેઠળ આવી જવાથી આંતકવાદી પ્રવળતિઓ ડામવી અને સીમાઓ સુરક્ષિત રાખવાની કાર્યક્ષમતા વધશે. આવી જ રીતે પહેલા ૧૨૬ જિલ્લામાં વ્‍યાપ ધરાવતી માઓવાદી પ્રવળતિ હવે સંકોચાઇને ૩ જિલ્લા પુરતી રહી ગઈ છે.

સતત બીજા વર્ષે મણિપુરથી ૫૬ શિબિરાર્થીઓને લાવનાર મણિપુર રાજયના ઉચ્‍ચ શિક્ષણાધીકારી મોહિન્‍દ્ર ઓનમ એ મણિપુરની સંસ્‍કળતિ-સભ્‍યતાથી પરિચય કરાવ્‍યો હતો. વિશેષપણે ઇમ્‍ફાલમાં મહિલા દ્વારા સંચાલિત વિશાળ ઇમા માર્કેટની તસ્‍વીર સ્‍ક્રીન ઉપર દેખાડીને કહ્યું હતું કે, અહીંયા શાકભાજી, કપડા, કરિયાણાથી લઇને અનેક પ્રકારની દુકાનો આવી છે જેમાં માત્ર મહિલા જ દુકાનદાર હોય છે. આવી જ રીતે મણિપુરમાં હોર્સ પોલોની રમત લોકપ્રિય છે તેમ જણાવીને તેની તસ્‍વીરો બતાવી હતી.

વડાપ્રધાનના સલાહકાર અને પૂર્વ રાજદૂત દિપક વોરાએ દેશભક્‍તિના વિવિધ ફિલ્‍મી ગીતો સાથે શિબિરાર્થીઓની વચ્‍ચે નાચતા-ગાતા દેશભક્‍તિ માટે પ્રોત્‍સાહિત કર્યા હતા અને કદાપી રાષ્‍ટ્રનું માન-સન્‍માન ના ઘટે એ માટે પ્રતિબધ્‍ધ કર્યા હતા.

એનડીઆરએફ દ્વારા આગની આપદા દ્વારા થતી બચાવની કામગીરીનું નિદર્શન આપ્‍યું હતુ. આર્મી દ્વારા કલરફુલ બેન્‍ડની પાર્ટી તેમજ પાણીની ત્રિરંગામાં છોરો છોડવામાં આવતા તે જોઇને સહુ દંગ રહી ગયા હતા. વિવિધ રાજયોના શિબિરાર્થીઓ દ્વારા પ્રતિદિન રાત્રીના તેમના રાજયોના સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાય છે.

અત્રે ઇસરો, ડીઆરડીઓ તેમજ નેવી સહિત લશ્‍કરની વિવિધ શાખાઓ દ્વારા તેમના પ્રદર્શનો જોવા માટે શિબિરાર્થીઓ સહિતના વિવિધ ગામના દેશપ્રેમી લોકો સ્‍વયંભુ ઉમટે છે અને અહીંયા રાખવામાં આવેલ ભોજનશાળામાં ૧૮૦૦૦ જેટલા શિબિરાર્થીઓ, ૨૦૦૦ જેટલા શિક્ષકો અને સૈનિકો સાથે સમુહ ભોજન લઇને દેશહિત માટેની નિસ્‍વાર્થ કથા જોવા-સાંભળવા મળ્‍યાનો પ્રતિભાવ આપતા વિદાય લે છે.

આજે મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી મોહન યાદવ ઉપસ્‍થિત રહેશે. તેમ દિનેશભાઇ પરમાર (પ્રાંસલા- રાજકોટ)ની યાદીમાં જણાવ્‍યું છે

(11:56 AM IST)