News of Thursday, 1st January 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળો આશ્ચર્ય સર્જે છેઃ માવઠા બાદ સવારે ઠંડી ગાયબ
ગઇકાલે બપોર બાદ વરસાદી માહોલ સાથે અનેક જગ્યાએ ચોમાસા જેવો વરસાદ તૂટી પડતા પાકને નુકશાન

તસ્વીરમાં કચ્છ અને કાલાવડ પંથકમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : વિનોદ ગાલા (ભુજ), હર્ષલ ખંધેડીયા-નવાગામ) (પ-૧પ)
રાજકોટ તા. ૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણથી લોકોમાં આヘર્ય સર્જાયુ છે. ગઇકાલે માવઠુ વરસ્યા બાદ આજે સવારે અચાનક ઠંડી ગાયબ થઇ ગઇ છે. અને લઘુતમ તાપમાનનો પારો પણ ઉંચે ચડી ગયો છે.
ગઇકાલે આખો દિવસ વરસાદી વાતાવરણ બાદ રાજકોટ, દેવભૂમિ દ્વારકા, કચ્છ સહિતના જીલ્લાઓમાં માવઠુ વરસ્યુ હતું. જેના કારણે પાકને નુકશાન થયું છે.
જો કે આજે સવારથી વાદળા વિખેરાયા છે. અને મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : નવા વર્ષના પ્રથમ દિવસે સોરઠના તાપમાનમાં ૪ ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં ધરખમ ઘટાડો થયો હતો.
ગઈકાલે વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૪.૮ ડિગ્રી અને ગિરનાર પર ૯.૮ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે નૂતન વર્ષ ૨૦૨૬ના પહેલા દિવસે લઘુતમ તાપમાન ૪.૧ ડિગ્રી વધીને જુનાગઢમાં ૧૮.૯ ડિગ્રી અને ગિરનાર પર ૧૩.૯ ડિગ્રી નોંધાતા ઠંડીમાં ભારે ઘટાડો થયો હતો.
જોકે ઠંડીમાં ઘટાડો થવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહેતા ઠાર યથાવત રહ્યો હતો. બીજી તરફ સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૩.૮ કિલોમીટરની થઈ ગઈ હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વાર) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં આજે સવારે ઠંડો પવન ફુંકાયો હતો.
ભાવનગર શહેરમાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. આજે ભાવનગરનું લઘુતમ તાપમાન ૧૯.૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા અને પવનની ઝડપ ૧ર કિ. મી. પ્રતિ કલાકની રહી હતી.
કચ્છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ :.. હવામાન વિભાગની બે દિવસની ભર શિયાળે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે કચ્છના રાપર પંથકમાં માવઠું વરસ્યું હતું. અહીં ધોળાવીરામાં ઉમટી પડેલા ઙ્કવાસીઓ ઠંડી વચ્ચે વરસાદના ઝાપટાઓથી ભીંજાયા હતા. વાગડ વિસ્તારના રણકાંઠો ધરાવતા ગામો રામવાવ, કણખોઈ, ચોબારી, ગવરીપર, કુડા, જામપરમાં તેમ જ રાપર શહેરમાં વરસાદના ઝાપટા સાથે પાણી વહી નીકળ્યા હતા. તો જીરું રાયડો ઘઉં તથા અન્ય રવિ પાક ના ઉભા પાક ના ખેતરો મા પાણી ભરાઈ ગયા હતા તાલુકા મથક રાપર ખાતે ગઈકાલે બપોરે અઢી વાગ્યાથી વરસાદ નો માહોલ સર્જાયો હતો ભર શિયાળે વાતાવરણમાં પલટો આવતા આકાશ માં ચોમાસા નો માહોલ જોવા મળ્યો હતો કમોસમી વરસાદ થી જીરું, રાયડો, ઘઉં, ઇસબગુલ સહિત ના પાકોને નુકસાન થાય એવું ખેડુતો એ જણાવ્યું હતું. આજે હજી સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. (તસ્વીરો : મુકેશ રાજગોર, રાપર)
કાલાવડ
(હર્ષલ ખંધેડીયા દ્વારા) નવાગામ :.. હવામાન વિભાગ ની આગાહી મુજબ કાલાવડ તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભરશિયાળે કાલાવાડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા ભર શિયાળે કમોસમી વરસાદ પડયો હતો અને વરસાદી પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા હતાં.
કાલાવડ તાલુકાના નવારણુંજા ,દેવપુર, પીઠડીયા ,ધુતારપર, વોડીસાગ, ખઢેરા,વાવડી, ખાનકોટડા, બાંગા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસા જેવી ઋતુનો અનુભવ થયો હતો. કમોસમી વરસાદને પગલે જગતના તાતની ચિંતામાં વધારો ખેતરો માં ઉભેલ પાક જીરું, લસણ , ચણા , કપાસ , ધાણા, કલેનજી જેવા પાક ને નુકસાનની ભીતિ છે. (પ-૧૪)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧૮.૯ ડીગ્રી
અમરેલી ૧૭.૬ ડીગ્રી
બરોડા ૧૯.૪ ડીગ્રી
ભાવનગર ૧૯.૬ ડીગ્રી
ભુજ ૧૪.૮ ડીગ્રી
દમણ ૧૭.૮ ડીગ્રી
ડીસા ૧૬.૦ ડીગ્રી
દીવ ૧૯.૭ ડીગ્રી
દ્વારકા ૧૯.૭ ડીગ્રી
ગાંધીનગર ૧૬.પ ડીગ્રી
કંડલા ૧૬.૯ ડીગ્રી
નલિયા ૧૨.૨ ડીગ્રી
ઓખા ર૦.૪ ડીગ્રી
પોરબંદર ૧૬.૦ ડીગ્રી
રાજકોટ ૧૬.૩ ડીગ્રી
સુરત ૧૮.૪ ડીગ્રી
વેરાવળ ૨૦.૧ ડીગ્રી
જામનગર ૧૩.પ ડીગ્રી
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
