<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

જામનગરમાં નવા વર્ષના વધામણા

 જામનગરમાં ૨૦૨૬ ના વર્ષને આવકારવા પાર્ટી પ્‍લોટમાં વિવિધ કાર્યક્રમોની સાથે સનાતન સંસ્‍કળતિ સાથે પણ ઉજવણી કરવામાં આવી હતી. પાર્ટી પ્‍લોટની અંદર નાના મોટા સૌ કોઈ મળી રામ ધુન બોલાવી હનુમાન ચાલીસા અને ધાર્મિક કાર્યક્રમો સાથે ૩૧ ડિસેમ્‍બર, ૨૦૨૫ ની રાત્રીએ ૨૦૨૬ ને આવકારવામાં આવ્‍યું હતું. તો કેટલાક પાર્ટી પ્‍લોટ માં ડીજે અને વિવિધ ફિલ્‍મી ગીતોના તાલે યુવા હૈયાઓ જુમ્‍યા હતા અને ૨૦૨૬ ને વેલકમ કર્યું હતું. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:18 PM IST)