<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

નવા વર્ષની મધરાત્રે દેવભૂમિ દ્વારકા એલસીબીનો કુરંગામાં મેગા દરોડો : ઘોડીપાસાનો જુગાર રમતા ૨૪ શખ્સો ૧૯.૦૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

જામનગર અને દ્વારકા જિલ્લાના જુગારીઓ નવા વર્ષના આરંભે અંધારામાં જુગારની શતરંજ ખેલી રહ્યા હતા ત્યારે જ પોલીસે દબોચી લીધા : ૪ કાર, ૧૭ મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

કૌશલ સવજાણી દ્વારા, તા. 1 જાન્યુઆરી, જામ ખંભાળીયા : નવા વર્ષ ૨૦૨૬ના પ્રારંભે અરૂણોદય પૂર્વે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) મોટી સફળતા હાંસલ કરી છે. કુરંગા ગામની સીમમાં મધરાત્રિના માહોલમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા બે ડઝન જેટલા શખ્સો ઉપર પોલીસે ત્રાટકીને કુલ રૂ. ૧૯,૦૬,૨૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા એલસીબી પીઆઈ બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. દરમિયાન એલસીબીના એએસઆઈ મસરીભાઇ ભારવાડીયા, જેશલસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ પીંડારીયા અને કુલદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુરંગા ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
રૂ. ૧૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ૨૪ શખ્સોને દબોચી લીધા હતા. તેમની પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે:
 * રોકડ રકમ: રૂ. ૬,૭૦,૨૦૦/-
 * મોબાઈલ ફોન: ૧૭ નંગ (કિ.રૂ. ૯૬,૦૦૦/-)
 * ફોર વ્હીલર કાર: ૪ નંગ (કિ.રૂ. ૧૧,૦૦,૦૦૦/-)
 * મોટરસાયકલ: ૨ નંગ (કિ.રૂ. ૪૦,૦૦૦/-)
 * જુગાર રમવાના સાધનો અને પાસા.
આ અંગે પીએસઆઈ બી.એમ. દેવમુરારીએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓની યાદી
૧. માયાભાઈ ગોપાલભાઈ ધારણી (કુરંગા)
૨. લાખાભાઇ દલુભાઇ ધારાણી (જામનગર)
૩. સંજયભાઇ હરદાસભાઇ માતકા (દ્વારકા)
૪. સુનિલભાઇ કરસનભાઇ ભાટિયા (જામનગર)
૫. સાજણભાઇ નાથાભાઇ મૂન (જામનગર)
૬. કચરાભાઇ ઉર્ફે કિશનભાઇ લગધીરભાઇ સંધિયા (જામનગર)
૭. પેથાભાઇ ભીમાભાઇ મતકા (દ્વારકા)
૮. જનકભાઇ બાબુભાઇ પાંડાવદરા (દ્વારકા)
૯. જયેશભાઇ પ્રવીણભાઇ માતંગ (જામનગર)
૧૦. કિશોરભાઇ ઉર્ફે કિરીટભાઇ મનસુખભાઇ ઘુચલા (જામનગર)
૧૧. બાબુભાઇ દેવાભાઈ કનારા (જામનગર)
૧૨. ઉમેદભાઇ નાકાભાઈ સુરાણી (જામનગર)
૧૩. રાજુભાઇ દેવશીભાઈ રવશી (દ્વારકા)
૧૪. પરેશભાઇ ઈશ્વરભાઈ મારું (જામનગર)
૧૫. રાજુભાઇ જીવાભાઇ લઢેર (જામનગર)
૧૬. આસીફભાઇ ઉર્ફે ફુલવાલા ઇશાભાઇ ફુલવાલા (જામનગર)
૧૭. અલ્ફેશભાઇ ઇબ્રાહિમભાઇ અમરેલીયા (જુનાગઢ)
૧૮. મયુરભાઇ બુધાભાઇ ટોયટા (જામનગર)
૧૯. ફારૂકભાઇ હુશેનભાઇ ઉડીયા (જામનગર)
૨૦. કલ્પેશભાઇ દિલીપભાઇ કારીયા (દ્વારકા)
૨૧. અલ્તાફભાઇ ઉર્ફે અતુડો સતારભાઇ આંબલીયા (જામનગર)
૨૨. રફીકભાઇ નુરમામદભાઇ શેખ (જામનગર)
૨૩. હનીફભાઇ ગફારભાઇ કાસ (જામનગર)
૨૪. આદમભાઇ હુશેનભાઇ સંધાર (સરમત ગામ, જામનગર)
ટીમ વર્ક:
આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ બી.જે. સરવૈયાની રાહબારી હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી, પીએસઆઈ વી.એન. શીંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એએસઆઈ મસરીભાઇ ભારવાડીયા, દિનેશભાઇ માડમ, જેશલસિંહ જાડેજા, લાખાભાઇ પીંડારીયા, કુલદિપસિંહ જાડેજા, જેઠાભાઇ પરમાર, ગોવિંદભાઇ કરમુર, મુકેશભાઇ કેસરીયા, પીઠાભાઇ ગોજીયા, સહદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને વિશ્વદિપસિંહ જાડેજા જોડાયેલા હતા.

(6:13 PM IST)