News of Thursday, 1st January 2026
જામનગરમાં ઠંડીની સીઝનમાં ફૂટપાથ પર રાતવાસો કરતા ઘરવિહોણા સમજાવી શેલ્ટર હોમમાં શિફ્ટ કરવા કવાયત
ભીડભંજન મંદિર,ટાઉન હોલ સર્કલ,તળાવની પાળ ,બાલા હનુમાન , ડીકેવી સર્કલ સહિતના વિસ્તારોમાં નાઈટ ડ્રાઈવ ઝુંબેશ

જામનગર : કમિશ્નર ડી.એન. મોદીની સુચના અનુસાર તથા નાયબ કમિશ્નર ડી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ ઠંડીની સીઝનને ધ્યાને લઈને જામનગર શહેરનાં જુદા જુદા સ્થળો જેવાકે ભીડભંજન મંદિર, ટાઉનહોલ સર્કલ, તળાવની પાળ, બાલા હનુમાન, ડી. કે. વી. સર્કલ વગેરે વિસ્તારોમાં ઠંડીની સીઝનમાં રાત્રે ફૂટપાથ ઉપર રાતવાસો કરતા ઘરવિહોણા લોકોને સમજાવીને જામનગર મહાનગરપાલિકા સંચાલિત બેડી તથા હાપા શેલ્ટર હોમ ખાતે શિફ્ટ કરવા માટેની સઘન નાઈટ ડ્રાઈવ ઝુંબેશ એસ્ટેટ શાખા, સિક્યુરીટી શાખા તથા યુ.સી. ડી. શાખાની સંયુક્ત ટીમ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે.
આથી જામનગર શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, આ ઠંડીની સીઝનમાં જો કોઈ ફૂટપાથ ઉપર કે મંદિર પરિસર બહાર ખુલ્લામાં રાતવાસો કરતા ઘરવિહોણા જોવા મળે તો તેને નીચે જણાવેલ શેલ્ટર હોમ ખાતે મોકલવા અપીલ કરાઈ છે .
(૧) બેડી શેલ્ટર હોમ, મેઈન રેલ્વે ઓવરબ્રીજની નીચે, બેડી, જામનગર
સપર્ક વ્યક્તિનું નામ : મનીષ પરમાર (મો.નં. ૮૬૮૬૧૬૧૫૧૦ )
(૨) હાપા શેલ્ટર હોમ, ઇસ્કોન મંદિર સામે, જામ-રાજકોટ હાઈ-વે,હાપા, જામનગર
સપર્ક વ્યક્તિનું નામ : પાર્થ પીઠડિયા (મો.નં. ૮૭૫૮૬૫૮૧૧૫ )
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
