<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

બગદાણાના સરપંચ નવનીતભાઈને માર મારવાના મુદ્દે ધારાસભ્ય હિરાભાઈ સોલંકી મેદાને:પીઆઇ ડી વી ડાંગરની કલાકોમાં બદલી

બગદાણા પી આઈ ડી વી ડાંગરનો ચાર્જ મહુવાના પી આઈ કે એસ પટેલને સોપાયો:. બગદાણાના બદલી કરાયેલ પોલીસ ઈન્સ્પેકટર ડી વી ડાંગરને લીવ રિઝર્વ ખાતે રાખવામાં આવ્યા

ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીતભાઈ બાલધિયાને માર મારવાના મામલે, રાજુલાના ધારાસભ્ય અને  કોળી સમાજના નેતા હિરાભાઈ  સોલંકીએ, પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ બગદાણાના પોલીસ ઈન્સ્પેકટરની બદલી કરી દેવામાં આવી છે. બગદાણા પી આઈ ડી વી ડાંગરનો ચાર્જ મહુવાના પી આઈ કે એસ પટેલને સોપાયો છે. બગદાણાના બદલી કરાયેલ પોલીસ ઈન્સ્પેકટર ડી વી ડાંગરને લીવ રિઝર્વ ખાતે રાખવામાં આવ્યા છે.

(6:50 PM IST)