<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

પાણી પીતા મળ્યું મોત: કચ્છના ફતેહગઢ ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત

પાણી પીતી વેળાએ પગ લપસ્યો અને ડૂબી જતાં મળ્યું મોત :રાપર પંથકમાં ગમગીની સર્જી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : નર્મદા કેનાલની નજીક નાની સરખી બેદરકારી પણ જાન લેવા બની શકે છે. કચ્છ જિલ્લામાં અગાઉ મુન્દ્રા, માંડવી, રાપર, ભચાઉમાં નર્મદા કેનાલમાં ડૂબી મોતને ભેટવાના બનાવો બની ચૂક્યા છે. ફરી રાપરના ફતેહગઢ ગામે આવો જ એક બનાવ નોંધાયો છે. ૨૦ વર્ષીય રાજપૂત યુવાન હરેશ સુરેશ વેણ નો કેનાલમાં પાણી પીતી વખતે પગ લપસી જતાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવે પંથકમાં ગમગીની સર્જી છે. જોકે, તંત્ર દ્વારા કેનાલમાં પાણી હોય એ સમયે લોકોને દૂર રહેવા અને સાવધાની વર્તવા વારંવાર સૂચના અપાય છે.

(9:33 AM IST)