News of Friday, 2nd January 2026
ભેળસેળ બદલ ભુજ કોર્ટ દ્વારા મીઠાઈના વેપારી પિતા પુત્રને ૬ માસની કેદ અને ૧ લાખનો દંડ
સાડા બાર વર્ષ જૂના કેસનો ચુકાદો, કેરીના રસના નમૂના અખાદ્ય હોઈ કસુરવાર ગણી સજા ફટકારાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : કેરીના રસમાં ભેળસેળ બદલ ભુજની ચીફ કોર્ટ દ્વારા ભુજના મીઠાઈના વ્યાપારી પિતા પુત્રને ૬ માસની જેલ અને ૧ લાખનો દંડ ફટકાર્યો છે. ભુજના સંસ્કાર નગર વિસ્તારમાં મંગલમ ચાર રસ્તા પાસે આવેલ ખાવડા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ માંથી ગત ૩/૬/૨૦૧૩ ના કેરીના રસના સેમ્પલ લેવાયા હતા. જે વડોદરા લેબ દ્વારા અખાદ્ય જાહેર થતા ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં બીજા અધિક ચીફ જ્યુડી. મેજી. જ્યોતિ વિરાટભાઈ બુદ્ધે વેપારી પિતા પુત્ર દયારામ ખીમજી દાવડા અને મહેશ દયારામ દાવડા બંનેને ૬ માસની કેદ સાથે ૧ લાખનો દંડ ફટકારતી સજાનો આદેશ કર્યો હતો. દંડ ન ભરે તો વધુ ૩ મહિનાની જેલની સજા નો આદેશ કરાયો છે. આ કેસમાં સરકાર તરફથી એડવોકેટ આર.આર. પ્રજાપતિએ દલીલો કરી હતી.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
