<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ગોંડલ ગણેશ દ્વારા યોજાયેલ રોજગાર મેળામાં પંદરસોથી વધુ બેરોજગારોને રોજી મળી

પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ રમેશભાઈ ધડુકનું સન્‍માન કરાયુઃ હજારો લોકોએ ગણેશભાઈને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવીઃ સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડયો

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર :..  ગોંડલનાં ધારાસભ્‍ય ગીતાબા જયરાજસિંહ જાડેજાનાં પુત્ર યુવા અગ્રણી ગણેશભાઈ નાં જન્‍મદિવસ નિમિતે બેરોજગારોને રોજગાર મળી રહે તે હેતુથી સંગ્રામસિંહ હાઈસ્‍કૂલનાં મેદાનમાં ધારાસભ્‍ય ગીતાબા જાડેજાની અધ્‍યક્ષતા માં રોજગાર મેળો તથા સન્‍માન સમારોહ નું આયોજન કરાયુ હતું.

જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ તરીકે તાજેતરમાં વરણી પામેલા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક નું ધારાસભ્‍ય સહિત ભાજપ પરીવાર દ્વારા સન્‍માન કરાયું હતુ.

ઉપરાંત ગણેશભાઈ ને તેમનાં  ૨૭ માં જન્‍મદિવસ પ્રસંગે શહેર તાલુકા નાં આગેવાનો, ઉદ્યોગપતિઓ,વેપારી મંડળો,વિવિધ સંસ્‍થાઓ, ક્ષાતિ મંડળો,નગરપાલિકા,તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયત નાં સદસ્‍યો,સંતો મહંતો અને નગરશ્રેષ્ઠીઓ દ્વારા વિરોચિત અભિવાદન સાથે શુભેચ્‍છાઓ અપાઇ હતી.

ગોંડલ તાલુકા સરપંચ સંગઠન દ્વારા પ્રમુખ શૈલેષભાઈ ખાતરા,ઉપપ્રમુખ જીતુભાઇ ભાલાળા,લાલભાઇ રૂપારેલીયા,અヘીનભાઇ ઠુંમર, હરિસિંહ જાડેજા તથા ૮૦ ગામનાં સરપંચો દ્વારા ગણેશભાઈ નો ૨૭ મો જન્‍મદિવસ હોય ૨૭ ફુટનાં ફુલહાર તથા સરસ્‍વતી માતાની ૧૦૧ કિલોની પંચધાતુ ની પ્રતિમા ભેટ અપાઇ હતી.

ગોંડલ રાજવી હિમાંશુસિહ તથા કુમાર જ્‍યોતિર્મયસિંહ હવામહેલ ઉપસ્‍થિત રહી શુભેચ્‍છાઓ પાઠવી હતી.સ્‍ટેજ પર પોતાનાં લાડીલા યુવા નેતાને શુભેચ્‍છાઓ પાઠવવાં પડાપડી સર્જાઇ હતી.

આ સાથે યોજાયેલ રોજગાર મેળામાં ગોંડલ આસપાસ તથા હડમતાળા તથા શાપર જીઆઇડીસી નાં પચાસ થી વધુ ઔદ્યોગિક એકમોનાં મેનેજરો તથા સ્‍ટાફ હાજર રહી કોમ્‍પ્‍યુટર, ઇલેક્‍ટ્રિકલ, એન્‍જિનિયરિંગ, લેબર, કલેરીકલ સહિત કેટેગરીમાં અરજદારો નાં ઇન્‍ટરવ્‍યુ લઇ લાયકાત મુજબ એપોઈમેન્‍ટ આપી હતી.

આ વેળા કેટલાક એકમોનાં ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યાં હતાં.રોજગારી મેળવવા માટે મહીલાઓ પણ અરજદાર બની હતી.

રોજગાર મેળાનું પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્‍ય ગીતાબા,પુર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજા તથા આગેવાનોએ દિપ પ્રાગટય દ્વારા  ઉદ્ધાટન કર્યુ હતુ.

રોજગાર મેળાને સફળ બનાવવા અગ્રણી અશોકભાઈ પીપળીયા,શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, પીન્‍ટુભાઇ ચુડાસમા,જેકીભાઈ પરમાર સહિત  ભાજપ ટીમે જહેમત ઉઠાવી હતી.

(10:50 AM IST)