<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ગોંડલના ચિત્રકારે ગણેશ ગોંડલનું વિશાળ ચિત્ર બનાવી જન્‍મદિવસની અનોખી ભેટ આપી

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨: ગોંડલના પ્રખ્‍યાત ચિત્રકાર જેમણે દેશ વિદેશમાં ગોંડલનું નામ રોશન કર્યું છે એવા ચિત્રકાર મુનિરભાઈ બુખારી દ્વારા ગણેશ ગોંડલના જન્‍મદિવસ નિમિતે એક વિશાળ ભીત ચિત્ર બનાવી અનોખી ભેટ આપી હતી. ચિત્ર અનાવરણ કાર્યક્રમ દરમ્‍યાન યુવા અગ્રણી ગણેશભાઈનું ઢોલ નગારા તેમજ ભવ્‍ય આતશબાજી સાથે ભવ્‍ય સ્‍વાગત કરાયું હતું.

ગોંડલના ચિત્રકાર મુનિરભાઈ બુખારી દ્વારા શહેરના મધ્‍યે આવેલ ખટારા સ્‍ટેન્‍ડ ચોકમાં ૩૦x૨૦ ફૂટનું આશરે ૬૦૦ સ્‍કવેર ફિટનું ભીત ચિત્ર ૫ દિવસની જહેમત ઉઠાવી સ્‍વખર્ચે તૈયાર કરાયું હતું...આ વિશાળ ભીત ચિત્રમાં એક્‍ટીરિયર ડેમ પ્રુફ કલરનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. ભીત ચિત્રમાં વિશાળ ગણેશભાઈનું ચિત્રની સાથે ગોંડલ કા નેતા નહિ. ગોંડલ કા બેટા હે તું ના સ્‍લોગન સાથે જન્‍મદિવસની શુભકામના પાઠવતું ચિત્રનું ભેટ સ્‍વરૂપે અપાયું હતું.

શહેરના મધ્‍યમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ચોક પાસે ગણેશ ગોંડલનું વિશાળ ચિત્ર નું યુવા અગ્રણી ગણેશભાઈના હસ્‍તે અનાવરણ કરાયું હતું. અનાવરણ કાર્યક્રમમાં પ્રખ્‍યાત ચિત્રકાર મુનિરભાઈ બુખારીનું ફુલહાર કરી શિલ્‍ડ તેમજ શાલ ઓઢાડી સન્‍માન કરાયું હતું. તેમજ હુસેનભાઈ પેઇન્‍ટરનું પણ શિલ્‍ડ આપી સન્‍માન કરાયું હતું. આ તકે મોટી સખ્‍યાંમાં હિન્‍દૂ - મુસ્‍લિમ સમાજ સહિત તમામ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. ચિત્ર અનાવરણ કાર્યક્રમને સફળ બનાવવા ઈકબાલભાઈ કૈડા, રફીકભાઈ કૈડા, આસિફભાઈ ઝકરિયા, અશોકભાઈ પીપળીયા, ફતેમહમદભાઈ નૂરસુમાર સહિતના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી.

(10:59 AM IST)