<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

વાંકાનેરના પંચાસીયાના વિજય ચાવડાએ પોલીસ સ્‍ટેશનમાં ઝેર પીધું

પોતાના વિરૂધ્‍ધ ખોટી અરજી થઇ હોઇ પોતે વળતી અરજી કરવા ગયો પણ ન્‍યાય ન મળતાં પગલુ ભર્યાનું કથન

 

રાજકોટ તા. ૨: વાંકાનેરના પંચાસીયા ગામે રહેતાં વિજયભાઇ મોહનભાઇ ચાવડા કઉ.વ.૨૫) નામના યુવાને ગત સાંજે પાંચેક વાગ્‍યે વાંકાનેર તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ઝેરી દવા પી લેતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર સીટી પોલીસ સ્‍ટેશનમાં નોંધ કરાવી હતી.

આપઘાતનો પ્રયાસ કરનાર વિજયભાઇ કારખાનામાં મજૂરી કરે છે. તે ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો છે. તેના કહેવા મુજબ પોતાને જે યુવતિ સાથે મિત્રતા હતી તેના સગા તરફથી પોતાના વિરૂધ્‍ધ ખોટી અરજી કરવામાં આવી હતી. તેમજ પોતાની સાથે સાથે માતા સહિતના નામો પણ અરજીમાં અપાયા હતાં. પોતે આ અરજી ખોટી રીતે કરવામાં આવ્‍યાની અને વળતી ફરિયાદ અરજી કરવા ગયો હતો. પરંતુ ન્‍યાયી કાર્યવાહી ન થતાં પોતે સાથે જ ઝેરી દવાની શીશી લઇને ગયો હોઇ તેમાંથી દવા પી લીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:06 AM IST)