<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

વડીયા, ગોંડલ, બાબરા, જસદણ, વિંછીયા પંથકમાં પશુધનની ચોરી કરતી ગેંગને ઝડપી લેતી અમરેલી પોલીસઃ ત્રણ આરોપી ઝબ્‍બે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.રઃ પશુધનની ચોરી કરનાર ગેંગના સભ્‍યોને વાહન સાથે ઝડપી લઈ, પશુધન ચોરીમાં ઉપયોગ કરેલ ઇકો કાર, રોકડ રકમ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરી અમરેલી, રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાઓમાં થયેલ ૭ પશુધન ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

(૧) અક્ષય જાનીભાઇ સાઢમીયા, ઉ.વ.૨૫, રહે.આટકોટ, કૈલાસનગર, (૨) રણજીત કાંતીભાઈ વાઘેલા, ઉ.વ.૨૨, રહે. નાના ઉજળા, તા.વડીયા, (૩) સુનીલ ગોપાલભાઈ વાઘેલા, ઉ.વ.૨૭, રહે.સનાળી, તા.વડીયા, પાસેથી (૧) રોકડા રૂ.૨૮,૦૦૦/- (૨) એન્‍ડ્રોઇડ મોબાઈલ ફોન નંગ - ૨ કિ.રૂ.૧૨,૦૦૦/- (૩) એક મારૂતિ સુઝુકી ફોર વ્‍હીલ કાર જેના-રજી નં.જીજે-૦૩-એનબી-૫૮૫૫ કિ.રૂ.૨,૮૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૩,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેના સાગરીતો સાથે મળી નીચે મુજબના ગુનાઓની કબુલાત આપેલ છે. આઠેક દિવસ પહેલા રાત્રીના સમયે પકડાયેલ ઇસમો ઇકો ફોરવ્‍હીલ ગાડી લઇને વડીયા તાલુકાના સનાળા ગામે સત્રીના ગયેલ. ત્‍યા રોડની બાજુમાં આવેલ એક મકાનમાં બેલાની દીવાલના બેલા નીચે ઉતારી, ફરજામા મોલઢોર સાથે બાંધેલ હોય જે ફરજામાંથી એક પાડીની ચોરી કરી, ઈકો ગાડીમાં ભરી લીધેલ હોવાની હકિકત જણાવેલ હોય જે અંગે વડીયા પો.સ્‍ટે. ગુન્‍હો રજી. થયેલ છે. ઉપરોકત ચોરી કરેલ તે જ રાત્રીના વડીયા તાલુકાના સનાળા ગામમાં લાખાપાદર ગામ તરફ જવાના રસ્‍તે ગેઇટ પાસે રોઠની બાજુના મકાને ફરજાનો જાપો ખોલી, તેમા માલઢોર સાથે બાંધેલ હોય જે માલઢોરમાંથી એક પાડાને સાંકળમાંથી છોડી લઇ તેની ચોરી કરી, ઇકો ગાડીમા ભરી લીધેલ હોવાની હકિકત જણાવેલ હોય જે અંગે ખરાઈ કરતા વડીયા પો.સ્‍ટે.માં ગુન્‍હો રજી. થયેલ છે. વડીયા તાલુકાના સનાળા ગામેથી ચોરી કરી એ જ રાત્રીના આશરે ગોંડલ તાલુકાના મોટા સખપર ગામે રોડની બાજુમા વંડામા માલઢોર બાંધેલ હોય તેમાથી બે પાડીઓને સાંકળથી બાંધેલ હોય તેને છોડી લઈ તેની ચોરી કરી, ઈકો ગાડીમા ભરી લીધેલ અને બાદમાં ઉપરોકત ચોરીઓ કરેલ પાડી/ પાડા ઓને આટકોટ ખાતે લઈ ગયેલ. અને બાદમાં જસદણ ખાતે ખાટકીવાડમાં રહેતા મહમદહુસેનભાઈ કટારીયા વહેચી દીધેલ. દસેક દિવસ પહેલા પકડાયેલ આરોપી અક્ષય તથા તેનો બનેવી હિતેષ ઉર્ફે જીતેશ કાંતીભાઈ વાઘેલા હાલ રહે.આટકોટ, બંન્નેએ સાથે મળી ઇકો ફોરવ્‍હીલ લઇ બાબરા તાલુકાના લાલકા ગામે ગયેલ ત્‍યાં મંદીર તરફ જવાના રસ્‍તે વાડી/ખેતરે ખુલ્લામા માલઢોર બાંધેલ તેમાથી એક પાડીને સાંકળમાંથી છોડી તેની લઈ ચોરી કરી ઈકો ગાડીમાં ભરી લીધેલ હોવાની હકિકત જણાવેલ હોય જે અંગે ખરાઈ કરતા બાબરા પો.સ્‍ટે.માં ગુન્‍હો રજી. થયેલ છે. ઉપરોકત ચોરી કરી ત્‍યાંથી નીકળી બાબરા તાલુકાના વાંકીયા ગામે નીલવડા ગામ તરફ જતા રોડની બાજુમા ખુલ્લા ખેતરમા માલઢોર બાંધેલ તેમાથી એક પાડીને સાંકળમાંથી છોડી લઇ તેની ચોરી કરી, ઇકો ગાડીમા ભરી લીધેલ  અંગે ખરાઈ કરતા બાબરામાં ગુન્‍હો રજી. થયેલ છે.  ઉપરોકત બન્ને ચોરીઓ કરી બાદ ત્‍યાથી નીકની જસદણ તાલુકાના ગોખલણા ગામે રોડની બાજુમા આવેલ વાડી/ખેતરમા માલઢોર બાંધેલ હોય તેમા એક પાડીને સાંકળથી બાંધેલ હોય તે પાડીની ચોરી કરી ઇકો ફોરવ્‍હીલમા ભરી લઈ આટકોટ ખાતે લઈ ગયેલ અને બાદમાં જસદણ ખાતે ખાટકીવાડમાં રહેતા મહમદહુસેનભાઈ કટારીયાને વહેંચી દીધેલ.  આજથી આશરે પચીસેક દિવસ પહેલા પકડાયેલ આરોપી અક્ષય તથા તેનો બનેવી હિતેષ ઉર્ફે જીતેશ કાંતીભાઈ વાઘેલા હાલ રહે.આટકોટવાળા બંન્નેએ સાથે મળી ઇકો ફોરવ્‍હીલ લઇ આશરે દોઢ-બે વાગ્‍યા આસપાસ વિછીયા તાલુકાના દડલી ગામથી ગુંદાળા ગામ તરફ જતા રોકે, એક વાડી/ ખેતરે ફરજામા માલઢોર બાંધેલ તેમાથી એક પાડીને સાંકળમાંથી છોડી લઈ. તેની ચોરી કરી ઈકો ગાડીમા ભરી અને આટકોટ લઇ ગયેલ અને બાદમાં જસદણ ખાતે ખાટકીવાડમાં રહેતા મહમદહુસેનભાઈ કટારીયાને વહેચી દીવેલ હોવાની હકિકત જણાવેલ હોય જે અંગે ખરાઈ કરતા વિછીયામાં ગુનો રજી. થયેલ છે.

 પકડાયેલ આરોપીઓ તથા તેમના સાગરીતો સાથે ગામડાઓમાં તેમજ વાડી/ખેતરોમાં ફરજામાં રાખવામાં આવતા પશુધનની જગ્‍યાઓ જોઈ બાદમાં પોતાના હવાલાની ઈકો કાર કારમાં આવી, ભેંસના નાના બચ્‍ચાઓ પાડા/પાકીઓની ચોરીઓ કરી, ઈકો કારમાં ભરી લઈ જતા હતા, જસદણ ખાતે ખાટકીવાડમાં રહેતા મહમદહુસેનભાઈ કટારીયા વહેચી નાખતા હતા.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. વી.એમ.કોલાદરા તથા પો.સ.ઇ. કે.ડી.હડીયા તથા પો.સ.ઈ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ. જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઈ. હરેશસિંહ પરમાર, કનાભાઈ સાંખટ તથા હેડ કોન્‍સ. આદિત્‍યભાઈ બાબરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્‍સ. રમેશભાઈ સીસરા દ્વારા કરવામાં આવેલ છે.(૨.૮)

(1:44 PM IST)