તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 2nd January 2026
મેંદરડામાં ‘સબ્જી ખાટી છે'કહી હોટલ સંચાલકને ધમકાવી બદનામ કરવા પ્રયાસ
મીડિયાના નામે રોફ જમાવતા શખ્સો સામે પગલાં લેવાની માગણી સાથે વેપારીઓની પોલીસને રજૂઆત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૦૨: મેંદરડાના સાસણ રોડ પર આવેલી હોટલમાં ‘સબ્જી ખાટી છે' કહી હોટલ સંચાલક સાથે ઝઘડો કરી મીડિયાના નામે રોફ જમાવી તોડ કરવા પ્રયાસ કરી બદનામ કરવા કરવા વીડિયો અપલોડ કરાયાના ધૂંધવાટ સાથે આ શખ્સો સામે પગલા લેવાની માંગ સાથે મેંદરડા વેપારી એસોસિએશનને પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
મેંદરડામાં સાસણ રોડ પર હોટલ ધરાવતા નિલેશભાઈ ઉર્ફે જીગાભાઈ મહેતા તા.૨૯ ડિસેમ્બરના રોજ રાત્રે હોટલ પર હતા ત્યારે એક અજાણ્યો શખ્સ સબ્જીનું પાર્સલ લઈ ગયો હતો. ત્રીસેક તથા તેની સાથે ત્રણ અન્ય શખ્સ હોટલ પર આવ્યા હતા. તેણે હોટલ સંચાલક ‘તમારી સબ્જી ખાટી છે' તેમ કહ્યું હતું. આથી વેપારીએ ‘દેશી ટમેટા નાખ્યા હોવાથી તમને કદાચ ખાટી લાગતી હશે છતાં તમને નવી સબ્જી બનાવી આપીએ અથવા પૈસા પરત આપી દઈઅ' તેમ કહ્યું હતું.
ત્યારે આ શખ્સોએ મોબાઈલમાં વિડીયો રેકોડીંગ ચાલું કરી ‘હવે તમે જુઓ હવે હું શું કરી શકું છું તેમ કહી હોટલ સંચાલકને ધમકાવી ઝઘડો કર્યો હતો અને આ અંગેના વિડીયો સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યા હતા. આ લોકો યુ ચેનલના રિપોર્ટર અને એડીટર હોવાનો દાવો કરતા હતા.
આ બાબતથી વેપારીઓમાં રોષ ફેલાયો હતો. ગઈકાલે મેંદરડાના વેપારીઓએ એકત્ર થઈ પોલીસને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મીડિયાના નામે રોફ જમાવનાર સરફરાજ રફાઈ અને પારસ મકવાણા સહિતનાઓ સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી. જો આ અંગે કાર્યવાહી નહી થાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
