News of Friday, 2nd January 2026
જામનગરમા 5 બાંગ્લાદેશીઓ ઝડપાયા
2 પુરુષો અને 3 મહિલા બાંગ્લાદેશીઓને SOG એ ઝડપી પાડ્યા

જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી શંકાસ્પદ હિલચાલ થતા પાંચ બાંગ્લાદેશીઓને SOG એ દબોચી લીધા છે.
મૂળ પશ્ચિમ બંગાળના લોકો ઘૂસણખોરી કરતા હોવાની બાતમીને લઈને કાર્યવાહી કરવામાં આવી છે
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) રાજકોટ વિભાગ, રાજકોટ નાઓ દ્વારા જામનગર જિલ્લામાં અસામાજીક તથા દેશ વિરૂધ્ધી પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ રાખવા તથા આવા ઈસમોને શોધી કાઢી તેમાના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લો સરહદી જીલ્લો હોય તેમજ લાંબો દરીયા કિનારો હોય તેમજ જામનગર જીલ્લામાં મોટી ઓઈલ રીફાઈનરી કંપની આવેલ હોય તે દ્રષ્ટીએ જામનગર જીલ્લો અતિ સંવેદનસીલ હોય અને જેની સુરક્ષા પડકારજનક હોય તેમજ ભુતકાળના બનાવોમા દરીયાય માર્ગે ઘુસણખોરી કરી દેશમાં પ્રવેશ કરી અસામાજીક તથા દેશ વિરૂધ્ધી પ્રવૃતિના બનાવો બનેલ છે જે જામનગર જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા તથા દેશ વિરૂધ્ધી પ્રવૃતિ કરતા ઈસમોને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ.
હાલમા દેશમા ગેરકાયદેસર ઘુસણખોરી કરી ગેરકાયદેસર વસવાટ કરી દેશ વિરૂધ્ધી પ્રવૃતિ કરતા ઈસમોને શોધી કાઢવા માટે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, જે અંગે એસ.ઓ.જી.. ના પોલીસ ઇન્સ્પેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એ.વી.ખેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા રહેલ હતા.
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ સબ ઈન્સપેકટર શ્રી એ.વી.ખેર તથા પોલીસ કોન્સ્ટેબલ ફુલદિપસિંહ સોઢા ને બાતમી મળેલ કે, જામનગર, પટેલ કોલોની, શેરી નંબર-૧૧, સ્વસ્તીક મારબની સામે, આવેલ ગુલામમયુદિન અબ્દુલકરીમખાન ગાગદાણી ના મકાનમાં બાંગ્લાદેશી નાગરીક ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે, જેથી સદર જગ્યાએ રેઈડ કરતા ત્યાથી બે પુરૂષ તથા ત્રણ મહિલા એમ કુલ-૫ બાંગ્લાદેશી નાગરીકો પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારશ્રીની પુર્વ મંજુરી વગર ભારત દેશમાં કોઇ કારણસર ગેરકાયદેસર પ્રવેશ કરી મળી આવેલ હોય જે તમામ ને ડીટેન કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
બાંગ્લાદેશી નાગરીકોના નામ: (૧) શાહબુદિન મોહમદ ગીસ શેખ (૨) મહમદઆરીફ મુઝીબર શેખ (૩) જમીલા બેગમ વા/ઓ અનારદિ શેખ (૪) નઝમા બેગમ ડો/ઓ અબ્દુલહકીમ હાઉલડર (૫) મુર્સીદા બેગમ વા/ઓ મહમદઆરીફ મુઝીબર શેખ
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એ.વી.ખેર તથા પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી પી.પી.જાડેજા તથા એસ.ઓ.જી. સ્ટાફના અનિરૂધ્ધસિંહ ઝાલા, રાયદેભાઇ ગાગીયા, રમેશભાઈ ચાવડા, હર્ષદભાઇ ડોરીયા, વિજયભાઈ કારેણા, મયુરરાજસિંહ જાડેજા, લાલજીભાઈ રાતડીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, ધર્મેદ્રભાઈ વૈષ્ણવ, જયેશભાઈ પઢેરીયા, કુલદિપસિંહ સોઢા, નરપાલસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.
(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
