તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Saturday, 3rd January 2026
મોરબીના પીપળી રોડ ઉપરની ૪ સોસાયટીના લોકો દ્વારા રોડ, પાણી, ગટર અને લાઈટના પ્રશ્ને કલેક્ટર કચેરીએ ધરણા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૩: મોરબીના પીપળી રોડ ઉપર માનસધામ-૧, માનસધામ-૨, ત્રિલોકધામ, ગોકુલધામ સોસાયટી આવેલ છે. જેમાં માનસધામ ૧ અને ૨ સોસાયટીમાં ૧૫૦ મકાન, ત્રિલોલધામ સોસાયટીમાં ૧૦૦ જેટલા મકાન અને ગોકુલધામમાં ૪૩ સહિત ૪૦૦ જેટલા મકાન છે. આ સોસાયટીઓમાં લાઈટ, પાણી, રોડ, ગટર જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ વિસ્તારના રહેવાસીઓએ આજે કલેક્ટર કચેરીએ ધરણા શરૂ કર્યા છે.
માનસધામ સોસાયટી-૧ના વિનોદભાઈ પરમારે જણાવ્યું કે અમે છેલ્લા ૫થી ૭ વર્ષથી રહીએ છીએ. આ સોસાયટીઓમાં સરકારના નિયન મુજબ સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી. એક તરફી દસ્તાવેજ કરી બીલ્ડર અને એમના વકીલ દ્વારા છેતરપીંડી ક૨વમાં આવી છે. સ્ટ્રીટ લાઈટ, પાણી, ગટર કે રોડની સુવિધા નથી. તંત્રને અનેકવાર રજુઆત કરી છે. સમસ્યાનું કોઈ સમાધાન આવ્યું નથી. પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે. તેઓએ પણ કોઈ કાર્યવાહી કરી નથી. પછાત વર્ગ સાથે અન્યાય થઈ રહ્યો છે.અમે વેરો ભરવા તૈયાર છીએ. દસ્તાવેજમાં મકાન બતાવેલ છે. તેઓ અમને એમ કહે છે કે અમે તમને પ્લોટ વેચ્યા છે. પણ અમે તો મકાન ખરીદ્યા છે.
પાર્થ કોરડીયાએ જણાવ્યું કે તેઓ જૂની પીપળીની સામે ગોકુલધામ સોસાયટીમાં રહે છે. કોઈ પણ રોડ રસ્તાની સુવિધા નથી. બિલ્ડરને વારંવાર રજુઆત કરી છે. બિલ્ડરએ એવું કીધું જે કરવું હોય તે કરી લ્યો. મારી પાસે પૈસા છે. હું લડી લઈશ. ૧૨ વર્ષથી સોસાયટી બનાવેલી છે. છતાં રોડ નથી. મોટી ઉંમરના લોકો ચાલી શકે તેમ નથી. મકાન લેતી વખતે ખબર નહોતી તેવો બિલ્ડર જવાબ આવે છે. પ્લોટના દસ્તાવેજ સાથે મકાન આપી દીધા છે. પુરા ડોકયુમેન્ટ પણ આપ્યા નથી. તેને છેતરપીંડી કરી છે. રોડ-રસ્તા સહિતની સુવિધા અમને મળે તેવી માંગ છે.
ત્રિલોકધામ સોસાયટીના અનુબેને જણાવ્યું કે અમે મકાન લીધા છે. અમારે પુરા ડોકયુમેન્ટ જોઈએ છે. આ સોસાયટીમાં કોઈ સુવિધા નથી. ચોમાસામાં ગોઠણ સુધીના પાણી ભરાય છે. ત્રિલોકધામ સોસાયટીના પ્રભાબેને જણાવ્યું કે અમારી સોસાયટીમાં ગરીબ વર્ગ રહે છે. કોઈ અહીં સુવિધા નથી. પાણી, ગટર, રોડની કોઈ વ્યવસ્થા નથી. મકાન લીધા ત્યારથી હેરાન થઈ ગયા છીએ
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
