News of Saturday, 3rd January 2026
શાપર- વેરાવળમાં જુગાર રમતા ૬ પકડાયા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.
રાજકોટ તા.૩: શાપર-વેરાવળ પોલીસે વેરાવળ ગામમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર પ્રોહી તથા જુગારની નેસ્ત નાબુદ કરવા સૂચના કરેલ હોય નાયબ પોલીસ અધિક્ષક ગોડલ કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર(વે) પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર આર.બી.રાણા ના રાહદારી હેઠળ સર્વેલન્સ સ્ટાફે વેરાવળગામ શાંન્તીધામ સોસાયટીની સામે આવેલ તળાવના કાઠે ખરાબાની જગ્યામાં આવેલ ઝુપડપટ્ટી પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) સાજન વિનોદભાઇ પરમાર રહે.વેરાવળ બુધ્ધનગર મફતીયાપરા, (ર) ભુપત જાદવભાઈ સોલંકી રહે.વેરાવળગામ શોન્તીધામ સોસાયટીની સામે તળાવના કાઠે આવેલ ઝુપડપટ્ટીમાં (૩) ધના જાદવભાઈ સોલંકી રહે.વેરાવળગામ શાંન્તીધામ સોસાયટીની સામે તળાવના કાઠે આવેલ ઝુપડપટ્ટીમાં (૪) જયસુખ બચુભાઈ સોલંકી, રહે.વેરાવળગામ શાંન્તીધામ સોસાયટીની સામે તળાવના કાઠે આવેલ ઝુંપડપટ્ટીમાં (૫) હરેશ દેવાભાઈ સોલંકી રહે.વેરાવળગામ શાન્તીધામ સોસાયટીની સામે તળાવના કાઠે આવેલ ઝુપડપટ્ટીમાં તથા (૬) અતુલ ચંદુભાઇ કુમરખાણીયા રહે વેરાવળગામ બુધ્ધનગર મફતીયાપરાને રોકડા રૂપીયા- ૧૫,૧૫૦/-તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
આ કાર્યવાહી શાપર-વેરાવળના પો.હેડ.કોન્સ જગશીભાઇ ઝાલા તથા દીનેશભાઈ ખાટરીયા, પો.કોન્સ લગધીરસિંહ જાડેજા,અલ્પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, મનસુખભાઇ ચૌહાણ તથા રાજદીપસિંહ જાડેજા તથા દિવ્યેશભાઇ શામળા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
