<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

જેતપુરના ઉમરાળીના વૃધ્‍ધ ભીખાભાઇ રાઠોડનું ખાખરીયા ગામ પાસે ‘હિટ એન્‍ડ રન'માં મોત

ખેડુત મોટરસાઇકલ હંકારી બગસરા સગાના ઘરે જતાં હતાં ત્‍યારે અજાણ્‍યો કારચાલક ઉલાળી ભાગી ગયોઃ રાજકોટ સિવિલમાં સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૩: અમરેલી તાબેના વડીયા ગામ પાસેના ખાખરીયા ગામે પાસે હિટ એન્‍ડ રનના બનાવમાં ઉમરાળીના ખેડુત વૃધ્‍ધનું મોત થયું છે. તેઓ સગાના ઘરે બગસરા ખાતે બેસવા માટે જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ જેતપુરના ઉમરાળી ગામે રહેતાં ભીખાભાઇ બાબુભાઇ રાઠોડ (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધ ૨૯મીએ સવારે આઠેક વાગ્‍યે મોટરસાઇકલ હંકારીને ઉમરાળીથી બગસરા ખાતે સગાને ત્‍યાં બેસવા જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં વડીયાના ખાખરીયા ગામ પાસે પહોંચ્‍યા તે વખતે કોઇ કારનો ચાલક તેમને ઠોકરે લઇ ભાગી ગયો હતો. ગંભીર ઇજા થતાં ભીખાભાઇને વડીયાની હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

ત્‍યાંથી વધુ સારવાર માટે જુનાગઢ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત સાંજે તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વડીયા પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર ભીખાભાઇ ચાર બહેન અને બે ભાઇમાં બીજા હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે દિકરા અને પાંચ દિકરી છે. વડીયા પોલીસે અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કારના ચાલક અંગે તપાસ હાથ ધરી છે.

(11:57 AM IST)