<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

ચોટીલા અને થાનગઢ વિસ્‍તારમાં વીજ ચોરી

૭૮ જોડાણમાં ગેરરીતિ ઝડપી લેવાઇ

 

 

વઢવાણ, તા.૩: સુરેન્‍દ્રનગર પીજીવીસીએલ વિભાગની ટીમો દ્વારા સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર વીજ જોડાણો અને વીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. થાનગઢ અને ચોટીલા વિસ્‍તારમા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે  અલગ અલગ ટીમો બનાવી અને થાનગઢ અને ચોટીલા કે જે તાલુકાઓમાં સૌથી વધુ વીજ લોસ જઈ રહ્યો છે તે તાલુકામાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં પીજીવીસીએલ વિભાગની ૪૪ જેટલી વીજ ચેકિંગ માટેની ટીમો તૈયાર કરવામાં આવી હતી.  દરમિયાન ઘર વપરાશના ૪૬૩ વાણિજ્‍ય ના ૦૬ તથા ખેતીવાડીના ૧૦ એમ ૪૭૯ જેટલા વીજ જોડાણોની તપાસણી કરવામાં આવી હતી ૭૮ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ હતી જેને લઈને ૩૭.૬૩ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

(12:27 PM IST)