<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

સુરેન્‍દ્રનગરમાં ૧ મહિનામાં ડોગ બાઈટના ૨૪૧૬ કેસો

પાલિકા પાસે ડોગ પકડવાની ટિમ જ નથીઃ ૧૨ લોકોને બિલાડી, ૩ લોકોને ઉંદર પણ કરડયા

સુરેન્‍દ્રનગર, તા.૩: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ડોગ બાઈટના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્‍યારે શહેરી વિસ્‍તારોમાં ડોગ બાઈટની ઘટનાઓ વધી રહી છે ત્‍યારે સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકા પાસે ડોગ પકડવા માટેની અને હડકાયા શ્વાન પકડવા માટેની કોઈપણ પ્રકારની વ્‍યવસ્‍થા જ નથી શિયાળાની સીઝન ચાલી રહી છે ત્‍યારે શ્વાનોની સંખ્‍યા વધી રહી છે.

સુરેન્‍દ્રનગર શહેરની મુખ્‍ય સિવિલ હોસ્‍પિટલ દ્વારા રજૂ કરેલી યાદી મુજબ એક મહિનાની અંદર ૨૪૧૬ જેટલા કેશો ડોગ બાઈટના બનવા પામ્‍યા છે આ એક ચિંતાનો વિષય છે.

આ ઉપરાંત શિયાળાનો સમય હોવાના કારણે અન્‍ય જંગલી જનાવરો કરડીયા હોવાની ઘટના પણ બની છે અને તેના કેસો પણ નોંધાવા પામ્‍યા છે હડકાયા શ્વાન બિલાડી મંકી સહિતના પશુઓ કરડવાની ઘટનો સુરેન્‍દ્રનગર જિલ્લામાં ડિસેમ્‍બર મહિનામાં બની છે જંગલી. (રર.૪)

૧ મહિનામાં લોકોને કરડેલ જનાવરોના કેસોની વિગત

જનાવર    કુલ નોંધાયેલા કેસ

શ્વાન       ૨૪૧૬

બિલાડી    ૦૧૨

ઉંદર       ૦૩

ઘો      ૦૧

ભૂંડ     ૦૪

 

(1:23 PM IST)