<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

જામનગરના ડબાસંગ પ્રાથમિક શાળામા સુલેખન સ્પર્ધા યોજાઈ : વિજેતાઓને દાતા માતૃશ્રી જયાબેન વિરચંદ પરબત શાહ અરિહંત ઈન્ડસ્ટીઝ જામનગર હસ્તે-શાહ રૂપેશભાઈ પરિવાર તરફથી શૈક્ષણિક કીટ અપાઈ

જામનગર::ડબાસંગ પ્રાથમિક શાળા તાલુકો -લાલપુર, જિલ્લો-જામનગરમાં તારીખ-૨૮/૧૧/૨૦૨૫ને શુક્રવારના રોજ ધોરણ-બાલવાટિકા થી ૮માં સુલેખન સ્પર્ધાનું આયોજન દાતા દ્વારા કરવામાં આવેલ હતું.જેમાં ધોરણ-બાલવાટિકા થી ૮માં પ્રથમ,બીજો, ત્રીજા નંબરને દાતા માતૃશ્રી જયાબેન વિરચંદ પરબત શાહ અરિહંત ઈન્ડસ્ટીઝ જામનગર હસ્તે-શાહ રૂપેશભાઈ પરિવાર તરફથી પુરસ્કાર સ્વરૂપે શૈક્ષણિક કીટ આપવામાં આવેલ હતી.આચાર્ય તેમજ દાતા દ્વારા સુલેખનને અનુરૂપ પોતાના અભિપ્રાયો પણ આપવામાં આવેલ હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય બારોટ જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ શાળાપરિવારે જહેમત ઉઠાવી હતી. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:04 PM IST)