તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd January 2026
પોરબંદર જિલ્લામાં અર્જુનભાઇ મોઢવાડીયાના હસ્તે ૭ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૩, રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે , જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા અને જિલ્લા/શહેર ભાજપના આગેવાનોની હાજરીમાં અંદાજે ૭ કરોડ રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ વિકાસ કામોના ખાતમુહૂર્તોમાં મોઢવાડા - હાથયાણી રોડ ઉપર કોઝવે બનાવવાનું કામ દેવા વીંજાની વાડી પાસે ૬.૩૦ લાખના ખર્ચે શરૂ થશે.
મોઢવાડાથી ડેડકીયા બીડ તરફ જતો રસ્તો નવો બનાવવા માટે ૩. ૪૫ કલાકે બાબુ વિરમની વાડી પાસે ખાતમુહૂર્ત એક કરોડ ૫૩ લાખના ખર્ચે આ કામ શરૂ થશે. મોરાણા ગામે વર્તુ નદી ઉપર ગેબીયન વોલ બનાવવાનું કામ પુલ પાસે, સ્મશાનની બાજુમાં, મોરાણા ખાતે ૨ કરોડ ૨૫ લાખના ખર્ચે શરૂ થશે
પારાવાડા ગામે સુકાવો વોકળા પર કોઝવે નું કામ,પારાવાડા ગામે રૂપાવો વોકળા પર કોઝવે નું કામ, પરાવાડા ગામે છેલ્લુ વાળુ વોકળા પર બોક્સ કલ્વર્ટ નું કામ ભરવાડના કુબે, પારાવાડા ખાતે ૩૭ લાખના ખર્ચે શરૂ થશે.
બેરણ - બખરલા રોડ ઉપરથી બખરલા તરફ જતા અને મોઢવાડાની ગારીના નામે ઓળખાતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
