<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

બગદાણાના સેવકને માર મારનાર 8 પૈકી 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર : અન્ય આરોપીઓ જેલહવાલે

જયરાજ આહીરના કહેવાથી આરોપીઓએ વિડિયો ઉતાર્યો હતો : ફરિયાદી નવનીત બાલધિયાના ગંભીર આરોપ

ભાવનગર તા.૩ :            ભાવનગર જિલ્લાના બગદાણાના સેવકને માર મારનારા આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

મહુવા ફાસ્ટ ટ્રેક કોર્ટે 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે

              8 પૈકી 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.નાજુ કામળિયા, રાજુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર રિમાન્ડ પર છે. સતીષ વનાળિયાના પણ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બગદાણાના સેવક નવનીત બાલધિયાને માર મારવાના પ્રકરણમાં ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ ચેક કરાશે.આરોપીઓના મોબાઈલની કોલ ડિટેઈલ સહિતની વિગતો એકત્ર કરાશે.

ફરિયાદી નવનીત બાલધિયાએ ગંભીર આરોપ લગાવ્યા છે

જયરાજ આહીરના કહેવાથી આરોપીઓએ વિડિયો ઉતાર્યો હતો. 

4 આરોપીના મોબાઈલની રિકવરી માટે પોલીસે માગ્યા હતા રિમાન્ડ.8 પૈકી 4 આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે.4 આરોપીને જેલહવાલે કરાયા છે.

(2:10 PM IST)