<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

શિયાળાની ઠંડી વચ્ચે પોરબંદરમાં સમુદ્રની લહેરો વચ્ચે અનોખી સ્વિમિંગ સ્પર્ધા :16 રાજ્યોના 1500થી વધુ તરવૈયાઓ જોડાયા

સ્પર્ધામાં 500 મીટરથી 15 કિલોમીટર સુધીની સ્પર્ધામાં 18 વર્ષના યુવાઓથી લઈને 80 વર્ષ સુધીના વૃદ્ધોએ પણ ભાગ લીધો

પોરબંદર : શિયાળાની ઠંડી વચ્ચે પોરબંદરમાં અનોખી સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા યોજાયેલી સ્વિમિંગની આ સ્પર્ધાનું આયોજન સ્વિમિંગ પુલમાં નહીં પરંતું સમુદ્રની લહેરો વચ્ચે કરવામાં આવ્યું છે. જેમાં 16 રાજ્યોના 1500થી વધુ તરવૈયાઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાં 500 મીટરથી 15 કિલોમીટર સુધીની સ્પર્ધામાં 18 વર્ષના યુવાઓથી લઈને 80 વર્ષ સુધીના વૃદ્ધોએ પણ ભાગ લીધો. મહત્વનું છે કે પહેલા માત્ર રાજ્ય કક્ષાએ આ સ્પર્ધાનું આયોજન થતું હતું. પરંતું સારો પ્રતિસાદ મળતા રાષ્ટ્રીય કક્ષાએ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સમુદ્રમાં તરવું તે ખૂબ જ કપરું કામ છે, પરંતું સમય જતાં આ સ્પર્ધામાં ભાગ લેવાનો પણ ક્રેઝ વધી રહ્યો છે. ો.



 

(9:44 PM IST)