<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

સાયલા પોલીસ દ્વારા બ્લેક ટેપની ખાણ પર દરોડો :13થી વધુ ડમ્પર, 3 મશીન સહિત રૂ .3 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ

દરોડા દરમિયાન ઝડપાયેલા વાહનોના ડ્રાઈવરોની પૂછપરછ હાથ ધરી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ

સુરેન્દ્રનગરના સાયલા પોલીસ દ્વારા બ્લેક ટેપની ખાણ પર દરોડો પાડવામાં આવ્યો છે. મદારગઢમાંથી ગેરકાયદે મોટાપ્રમાણ બ્લેક ટેપનું ખનન ઝડપાયું છે. દરોડા દરમિયાન ઝડપાયેલા વાહનોના ડ્રાઈવરોની પૂછપરછ હાથ ધરી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છેે. ગેરકાયદેસર ખનન કોના ઈશારે અને કેટલા સમયથી ચાલતું હતું તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ખાણ પર 13થી વધુ ડમ્પર, 3 મશીન સહિત અંદાજે 3 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો છે. તમામ મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવી છે.

સાયલા પંથકમાં લાંબા સમયથી ખનીજ ચોરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે.

(5:09 PM IST)